Breaking News

25-11

સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આયોજિત સિદ્ધપુર ખાતે પરંપરાગત રીતે ભરાતા કાર્તિક પૂર્ણિમાના લોકમેળાને માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તે ઉદ્દઘાટન કરી પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો. સાથે જ મેળામાં પધારેલ સર્વ નગરજનો નું ઉમળકાભેર સ્વાગત કરું છું. આ સિદ્ધપુરના ઐતિહાસિક મેળામાં લાખોની જનમેદની ઉમટી પડશે.

આ પ્રસંગે નંદાજી ઠાકોર – પ્રદેશ ઉપાધ્યક્ષ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ગિરીબેન ઠાકોર, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, પ્રદિપસિંહ રાઠોડ – આર.એ.સી પાટણ, જસુભાઈ પટેલ – પાટણ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ, સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખશ્રી વિક્રમસિંહ ઠાકોર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી અજીતભાઇ મારફતીયા, શંભુભાઈ દેસાઈ, મિહિરભાઈ પાધ્યા યુવા મોરચા ભાજપ પ્રમુખ, કરોબારી ચેરમેન રશ્મીનભાઈ દવે, મહામંત્રી – મનીષભાઈ પ્રજાપતિ, મહિલા મોરચા પ્રમુખ – સુષ્માબેન રાવલ, ઉદ્યોગ વિભાગના જનરલ મેનેજર – મેવાડાજી, ઇન્ડેક્સ -સિ નાં અધિકારી સુતરીયાજી , નગરપાલિકાના કોર્પોરેટરશ્રી સહિત હોદ્દેદારો અને આગેવાનો અને આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post