Breaking News

“સાહિત્યમાં રાષ્ટ્રીયતા” ખૂબ આવશ્યક , કરણીય વિચાર પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક અને પંડિત સાતાવલેકરજી સંસ્કૃત મહાવિદ્યાલય અને સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી, વલસાડથી…

લેખક, ચિંતક, વિચારક એવા સરળ વ્યક્તિત્વના સત્ય માર્ગી, સ્પષ્ટ વક્તા આદરણીય શ્રી ભગીરથભાઇ દેસાઈ નું ઉદ્દબોધન થયું.

આ પ્રસંગે કર્ણાવતી મહાનગરના માનનીય સંઘ ચાલક શ્રી મહેશભાઈ પરીખ તેમજ સાહિત્ય સાધના ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યાં. સાહિત્ય સાધના ટ્રસ્ટના શ્રી દેવાંગભાઈ આચાર્ય એ મંચ સંચાલન કર્યું.

વેદ અને રામાયણ કાળથી આજદિન સુધીમાં થયી ગયેલા સાહિત્યકારો જેમણે રાષ્ટ્રીય વિચારોને પોતાના સાહિત્યમાં સ્થાન આપ્યું તેનું એક એક ઉદાહરણની સાથે જેમણે વિદેશી અક્રાંતાઓની ચાપલૂસી કરનારા સાહિત્યકારો વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો. એક એક શબ્દ જાણે અનેક વર્ષોનાં ચિંતન, અનુભવ અને પરિશ્રમનો સાર કેવળ ૧ કલાકના વક્તવ્યમાં છલકી રહ્યો હતો. ભૂતકાળ અને વર્તમાનની સાહિત્યકારોની એક ટાઈમ લાઈન તેમના વક્તવ્યમાં ખરે ખરા અર્થમાં એક એક શબ્દ ભગીરથી નાં પવિત્ર , નિર્મળ પ્રવાહમાં ડૂબકી ની અનુભૂતિ કરાવનાર હતી.

ભવિષ્યના સાહિત્ય લેખન અને વાંચન સાથે સંકળાયેલા તેમજ સોશિયલ મીડિયા કે whatsapp યુનિ.નાં ગ્લેમરમાં અવાસ્તવિક, દિશાહિન અને ટ્વીટર ટ્રેન્ડ સેટ કરવા હવાતિયા માં જન્મની સાર્થકતા કે રાષ્ટ્રીય સંસ્કારોનું પ્રદર્શન કરનારા વર્ગ વિશેષ માટે અત્યંત પ્રેરણાદાયક અને શૈક્ષણિક વકતવ્ય હતું.

ખેર વક્તા મહત્વ પૂર્ણ છે તેની સાથે વિચાર અત્યંત મહત્વ પૂર્ણ છે. તેનો બૌદ્ધિક જન માનસમાં પ્રચાર થાય તો આવનારા ભવિષ્યમાં સાહિત્યમાં રાષ્ટ્રીયતા ખરે ખરા અર્થમાં સાર્થક થાય.

આંગળીનાં વેઢે ગણી શકાય અને આર્થિક થી લઈ ગ્લાનિ યુક્ત વાતાવરણમાં ડચકા ખાતા ખાતા જીવતી રહેલી રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ કરતી સંસ્થઓ માટે પ્રાણવાયુ સમાન આ વિચાર જ ખરે ખરા અર્થમાં ઉપયોગી બની રહેશે.

place_..

દિનાંક : ૯-૧-૨૪
સમય : સાંજે ૬.૦૦ કલાકે
સ્થાન : ૯મો પુસ્તક સમારોહ, AMC, જીએમડીસી મેદાન પાસે, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: