“વસુધૈવ કુટુમ્બકમ માટે યોગા” ની થીમ ઉપર યોજાયેલા ૯ (નવ) માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સાબરમતીના કાંઠે રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર-અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે યોગાભ્યાસ કર્યો.
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રીમાન જગદીપ ધનખડજી તથા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પ્રેરક માર્ગદર્શન વર્ચ્યુઅલ માધ્યમથી પ્રાપ્ત થયું.
આ પ્રસંગે સુરત ખાતેથી માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તથા ઉદબોધન પણ સાંભળ્યું.
“પહેલું સુખ તે જાતે નર્યા”, “યોગ ભગાવે રોગ” જેવા અનેક વાક્યો આપણને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા તથા નિયમિત યોગ કરવાની પ્રેરણા આપે છે.