આવક બમણી કરવા ડાંગર પાકની જગ્યાએ બાગાયતી પાકો અને પ્રાકૃતિક કૃષિ
તરફ વળવાનો ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ નો ખેડૂતોને અનુરોધ
જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં
ખેતીવાડી વિભાગના રૂ. ૪૬૨ લાખ જેટલી રકમના પૂર્વમંજૂરી પત્રોનું વિતરણ
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના સંસદીય મતવિસ્તારમાં ક્રોપ પેટર્ન
ચેન્જ (પાક ફેરબદલ) કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવેના માર્ગદર્શન
હેઠળ સાણંદ નગરપાલિકા હોલ ખાતે માનનીય ધારાસભ્યશ્રી, સાણંદ શ્રી કનુભાઈ પટેલના અધ્યક્ષ
સ્થાને પ્રાકૃતિક ખેતી વિષયક પાક પરીસંવાદ તેમજ બાગાયત ખેતીવાડી વિભાગની વિવિધ
યોજનાઓના મંજૂરી પત્ર અને કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ખેડૂતોને ખેતીવાડી વિભાગના વિવિધ બાગાયત યોજનાના મંજૂરીપત્રો,
શાકભાજી કીટ આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ખેતીવાડી વિભાગ દ્વારા
અમલી વિવિધ યોજનાના ૬૮૬ લાભાર્થીઓને અંદાજીત કુલ રૂ ૪૬૨ લાખ જેટલી રકમના
પૂર્વમંજૂરી પત્રોનું વિતરણ તેમજ બાગાયતી પાકો માટે શાકભાજી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા કૃષિ તેમજ બાગાયત વિભાગની વિવિધ
સહાયલક્ષી યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમાં ચેરમેન શ્રી કારોબારી સમિતિ, સાણંદ, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી
સાણંદ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, ચેખલા, મોડાસર, મોરૈયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, સ્થાનિક
આગેવાનો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવાગામના વૈજ્ઞાનિક શ્રીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ
બાગાયત નિયામકશ્રી અમદાવાદ, પ્રોજેકટ ડાયરેક્ટ આત્મા, ખેતીવાડી/ આત્મા/ બાગાયત, સાણંદ
ટીમ તેમજ બહોળી સંખ્યામાં સાણંદ ખેડૂતો હાજર રહ્યા હતા.