7-10
સાણંદ ખાતેની શ્રીમતી રમીલાબેન બચુભાઇ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સહયોગથી કોલેજ ખાતે વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ ને સાયબર અંગેની જાગૃતી આવે તે સારૂ કોલેજ ખાતે અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્યના સાયબર પ્રમોટર વિશાલકુમાર ભરતભાઇ શાહ (ટી.આર.બી) તેમજ રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડના રાષ્ટ્રીય કારોબારી સભ્ય સલીમભાઇ મોમીન ઉપસ્થિત રહેલ હતાં.
તેમજ શ્રી વિશાલકુમાર ભરતભાઇ શાહ નાઓ દ્વારા કોલેજના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સાયબર જાગૃતી અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવેલ હતી તેમજ સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય અને સાયબર ફ્રોડ થાય તો ફરીયાદ ક્યાં અને કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત અને વિદ્યાર્થીઓ સમજી શકે તેવી સરળ રમુજી ભાષામાં સમજણ આપવામાં આવેલ હતી. જે કાર્યક્રમમાં શ્રીમતી રમીલાબેન બચુભાઇ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્જશ્રી કુલદીપસિંહ વાઘેલા તેમજ એચ.ઓ.ડી શ્રીમતી રસ્મીતાબેન રાવલ તેમજ શાળાના અન્ય શિક્ષકો હાજર રહેલ હતાં.
news source rsg Vlunteers