૧૮૦૦થી વધુ શ્રમિકોને રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે
***
| સાણંદ જીઆઇડીસીમાં ફાયર સ્ટેશનનું ઉદઘાટન કરતા મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત
***
| ઉદ્યોગને લગતી તમામ વ્યવસ્થાઓનું એક જ સ્થળે સર્જન કરી અનેક સંસાધનો બચાવી વિકાસ સાધી શકાય છે: ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત
***
| શ્રમિકોના સ્થળાંતર, રોજગારી અને રહેઠાણને લગતા પ્રશ્નોનું નિવારણ લાવી શકાશે: મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, સાણંદ એ ઉદ્યોગ માટેનું સ્માર્ટ હબ બનવા જઈ રહ્યું છે, એવામાં
સાણંદ જીઆઇડીસીમાં શ્રમિકો માટે ડોરમેટરીનું અને ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા આજે મને ખૂબ જ આનંદ અનુભવાય છે. આ
ડોરમેટરી ગુજરાતની સૌપ્રથમ શ્રમિક ડોરમેટરી છે જે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની બાબત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે,
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ રૂપિયા ૨૦ કરોડમાં ૧૮૦૦થી વધુ શ્રમિકોને રહેવા માટેનું ઘર પ્રાપ્ત થશે એ
સરાહનીય છે.
અત્યાર સુધી ઘણા શ્રમિકોના સ્થળાંતરને લગતા પ્રશ્નો સામે આવતા હતા પરંતુ સરકારની આ ઉપલબ્ધિથી હવે તેમના ઘણા એવા
પ્રશ્નોનું નિવારણ લાવી શકાશે સાથેજ ફાયર સ્ટેશનથી ઇન્ડસ્ટ્રીઝના સાધનો અને કર્મચારીઓ સાથેજ શ્રમિકોનું આગજની કે અન્ય
અકસ્માત જેવી પરિસ્થિતિ સામે રક્ષણ મેળવી શકાશે તેમ તેઓએ જણાવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા આવનારા સમયમાં પણ શ્રમિકોને રહેવાની જમવાની અને રોજગારી મળી રહે તે માટેની તકેદારી રાખી
વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકારના બજેટમાં પણ ૧૫૦૦ કરોડ રૂપિયાનું બજેટ
શ્રમિકો માટે ફાળવવામાં આવ્યું છે જે ગુજરાત સરકારની શ્રમિકો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.
તેમણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની વાત કરતા જણાવ્યું હતું કે, સરકાર આજે માત્ર ૫ રૂપિયા શ્રમિકોને સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન
પૂરું પાડવામાં સફળ રહી છે. ભવિષ્યમાં સાણંદ જીઆઇડીસીમાં અનેક ઉદ્યોગોનો વિકાસ થશે અનેક ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના થશે ત્યાં
પણ શ્રમિક અન્નપૂર્ણા યોજનાને અમલી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા
આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશ માટે મોડેલ સ્વરૂપ બન્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ૨૧મી સદી ટેકનોલોજીની સદી છે, એવામાં પ્રયત્નશીલ સરકાર દ્વારા એક જ સ્થળે અલગ અલગ
ઔદ્યોગિક સેવાઓ પ્રાપ્ત થાય તેવી ઇન્ડસ્ટ્રીઝ, કંપનીઓ અને ગોડાઉનનું નિર્માણ કરવામાં આવશે જેથી ઓછા સંસાધનોનો ઉપયોગ
કરી વધુ નફો મેળવી ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની ગતિને વેગ આપી શકાય.
અંતે તેઓએ સાણંદ જીઆઇડીસીના તમામ સભ્યો, કર્મચારીઓ અને શ્રમિકોને ગુજરાતની પ્રથમ શ્રમિક ડોરમેટરી જેવી અદભુત
ઉપલબ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, ધાંગધ્રાના ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોર, સાણંદ જીઆઇડીસીના પ્રમુખ શ્રી
અજીતભાઈ શાહ, શ્રમિક કમિશનર શ્રી અનુપમ આનંદ, વેલફેર કમિશનર શ્રીમતી રીતુ સિંઘ, સાણંદ જીઆઇડીસી ના સભ્યો, અને
ફાયર સ્ટેશન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.