Breaking News

અમદાવાદમાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાણંદના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કરાશે
અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ સ્વાતંત્ર્ય પર્વના ઉજવણી સ્થળની મુલાકાત લઈને આયોજન અને પૂર્વતૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું


27-7

આઝાદીના અમૃત મહોત્સવના માહોલમાં સમગ્ર દેશની સાથે સાથે અમદાવાદ જિલ્લો પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છે. જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદમાં એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કરવાનું આયોજન કરાયું છે.

સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે સમગ્ર જિલ્લા તંત્ર પ્રયત્નશીલ છે. કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ
૧૫મી ઑગસ્ટની ઉજવણીના સ્થળ – સાણંદની એપીએમસી ખાતે રૂબરૂ મુલાકાત લઈને આયોજન તથા પૂર્વતૈયારીઓ અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સૂચનો આપ્યાં હતાં તેમજ આયોજન અને પૂર્વતૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સાણંદ એપીએમસી ખાતે યોજાયેલી બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી સુધીરભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) શ્રી અમિત વસાવા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તથા સાણંદ તાલુકાના પ્રાંત સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: