સાણંદના શિયાવાડા ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાના નવા મકાનનું ખાત મુહૂર્ત ધારાસભ્યશ્રી કનુભાઈ
પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્ત પ્રસંગે સાણંદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અરવિંદસિંહ વાઘેલા,જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.
શ્રી હેમંત જોશી, જિલ્લા મહામંત્રી શ્રી શૈલેષભાઈ દાવડા તેમજ તમામ જિલ્લા -તાલુકા સદસ્યશ્રીઓ, શિયાવાડા
સરપંચ શ્રી તથા પૂર્વ સરપંચ શ્રી અને ગામના આગેવાનો, વડીલો એ હાજરી આપી હતી.