Breaking News

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, સરકારના પ્રયાસો સાથે જનતાના પ્રયાસો જોડાવાથી સેવા કરવાની શક્તિ વધી જાય છે. કે.ડી.પી. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. વર્તમાન સરકારે ગરીબોની સેવા કરી તેમનું સશક્તિકરણકરવાની આગવી પરિપાટી પ્રસ્થાપિત કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે ૨૦૦ બેડની સુવિધા ધરાવતી શ્રી કે. ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત લાખો લોકોની જનમેદનીને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ આ તકે કહ્યું કે, હોસ્પિટલો ખાલી રહે એવા સ્વાસ્થ્યપ્રદ વાતાવરણનું નિર્માણ કરવાનું સરકારનું લક્ષ્ય છે. ગરીબની સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કામને પ્રાથમિકતા આ સરકારે આપી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ આ મંત્ર પર ચાલી દેશના વિકાસને નવી ગતિ આપી છે.
વડાપ્રધાનશ્રીએ વધુમાં ઉમેર્યું કે, સમગ્ર અમેરિકા તથા યુરોપના દેશોની કુલ વસ્તી કરતા વધુ નાગરીકો આયુષ્યમાન યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર મેળવતા થયા છે. ભારતની સુદ્રઢ આરોગ્ય વ્યવસ્થાનો આ બોલતો પુરાવો છે.
કેન્દ્ર સરકારના સુશાસનના 8 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, ગુજરાતની ધરતીએ લોકકલ્યાણના કામ કરવાની નીતિ-
રીતિ શીખવાડી છે. મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પવિત્ર ધરતીના આ સંસ્કાર છે, જેને પરિણામે તમારે કે દેશના કોઈ નાગરિકને નીંચુ જોવુ પડે તેવું એક પણ કામ આ 8 વર્ષમાં ભૂલથી પણ કર્યું નથી.

વડાપ્રધાનશ્રી મોદીએ ઉમેર્યું હતું કે, ૨૦૦૧માં રાજ્યભરમાં મેડિકલની કુલ ૧૧૦૦ સીટ હતી. જે વધીને વર્ષ ૨૦૨૨માં ૮૦૦ થઈ છે. રાજ્યભરમાં સરકારી અને ખાનગી મળીને કુલ ૩૦ મેડિકલ કોલેજો કાર્યરત છે. તથા રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક મેડિક કોલેજ સ્થાપવાની રાજ્ય સરકારની નેમ છે, એમ વડાપ્રધાનશ્રીએ આ પ્રસંગે સુનિશ્ચિત કર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ સગૌરવ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમા તરીકે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સ્થાન પામ્યું છે. જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે. આવડું મોટું કામ આટલી ઝડપથી પૂર્ણ કરીને ગુજરાતે પોતાની તાકાત સ્થાપિત કરી છે.વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ઔદ્યોગિક પ્રગતીની ઝાંખી કરાવતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં
વિકસેલા મધ્યમ- સૂક્ષ્મ – લધુ ઉદ્યોગો જ ગુજરાતની સાચી તાકાત અને આગવી ઓળખ છે. વડોદરાથી વાપી સુધીના અગાઉના ઔદ્યોગિક વિકાસની સાપેક્ષે સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ વધુ પ્રસર્યો છે. તેમજ આંતરમાળખાકિય સુવિધા થકી ઉદ્યોગોના વિકાસ માટે રાજય સરકાર પણ પૂરતી પ્રયત્નશીલ છે એમ તેમણે ઉમેર્યું હતું. મોરબીનો સેનિટરી ઉદ્યોગ, જામનગરનો બ્રાસ પાર્ટસ ઉદ્યોગ તથારાજકોટનો ઓઇલ એન્જીન ઉદ્યોગ વિશ્વ સ્તરે નામના મેળવી ચૂક્યા છે. તદુપરાંત નવી ફાર્મા કંપનીઓ ગુજરાતમાં તેમના એકમો સ્થાપી રહી છે જેનાથી ગુજરાત તમામ ક્ષેત્રે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.

વડાપ્રધાનશ્રી મોદીએ નવા અમલી બનાવાયેલા નિયમની જાણ કરતાં કહ્યું હતું કે, હવેથી માતૃભાષામાં શિક્ષણ મેળવેલો
વિદ્યાર્થી પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે જેનાથી સમગ્ર રાજયમાં ઉચ્ચ શિક્ષણનો દર વધશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું કે, સરકારે દેશના ગરીબ,મધ્યમ વર્ગના લોકોને કપરી સ્થિતિનો સામનો ન કરવો પડે તેની દરકાર કરી છે. ભાજપની સરકાર દરેક નાગરિકને યોજનાનો 100 ટકા લાભ મળે તેનું અભિયાન ચલાવી રહી છે. છેવાડાના માનવી સુધી યોજના પહોચાડવાનું લક્ષ્ય હોય ત્યારે ભેદભાવ, ભ્રષ્ટાચાર કે પરિવારવાદને કોઈ સ્થાન રહેતુ નથી.

વધુમાં તેમણે ઉમેર્યું કે, સમગ્ર રાજયમાં બનાવાયેલા સિક્સ લેન ધોરી માર્ગોથી ગુજરાતના બંદરોની તાકાત વધી છે. ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ આજે મુર્તિમંત થઇ છે જેનાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચેનું ૩૦૦ થી વધુ કી.મી.નું અંતર ગણતરીની મિનીટોમાં જ કાપીશકાય છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જન-જનની સરકારના પ્રણેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને સફળતા પૂર્વક ૮ વર્ષ પૂર્ણ
કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આજે રાજકોટના આટકોટમાં આનંદનો અવસર છે. કે. ડી. પરવાડિયા હોસ્પિટલ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ઘર આંગણે આરોગ્યની અદ્યતન સુવિધાઓ આપવા જઇ રહી છે. સુશાસનના સિધ્ધાંતોને અનુસરીને ગુજરાત સરકારે બહુમુખી વિકાસની કેડી કંડારી છે. પહેલા આરોગ્યની સુવિધાઓ માટે દૂર-દૂર જવુ પડતું હતું. પરંતુ હવે અંતરિયાળ
વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થવા લાગી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કે.ડી.પરવાડીયા હોસ્પિટલ આશિર્વાદ સમાન બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગંભીર બીમારીઓ આવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોની વર્ષોની બચત હોસ્પિટલનાખર્ચમાં વપરાઇ જતી હોય છે. ત્યારે પી.એમ.જે.એ.વાય. યોજનાએ ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારોને આરોગ્યનું સુરક્ષા કવચ પૂરૂપાડ્યું છે. પી.એમ.જે.વાય. યોજનાનો આશરે બે કરોડ પચ્ચીસ લાખ લોકો લાભ લઇ રહ્યા છે, તેમજ આપણા દિકરા-દિકરીઓને
મેડીકલ અભ્યાસ માટે બહાર જવું ન પડે તે માટે એમ.બી.બી.એસ.ની ૧૭૦૦ અને પી.જી.ની ૨૦૦૦ સીટ નિશ્ચિત કરાઇ છે.
ગુજરાત સરકાર દ્વારા ભવિષ્યમાં નવી ૮ મેડીકલ સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવશે.


મેડીસીન, રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફીઝીયોથેરાપી વિભાગમાં નિષ્ણાત ડોકટરોની ફુલટાઈમ સેવા ઉપલબ્ધ હશે જ્યારે
નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, રૂમેટોલોજી, યુરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ગેસ્ટ્રોલોજી, ઓન્કોલોજી, ક્રિટીકલ કેર વગેરે
જેવા વિભાગોમાં સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટરોની વીઝીટીંગ ડોકટર તરીકે સેવાઓ ઉપલબ્ધ હશે. મોટા રોગોના નિદાન સને સારવાર માટે
હવે મોટા શહેરમાં જવાની જરૂર નહિ પડે, ઘરઆંગણે જ વાજબી દરે આરોગ્યવિષયક તમામ સેવાઓ મળી શકશે જેનાથી લોકોનો
સમય અને પૈસા બંનેની બચત થશે.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, કેન્દ્ર સરકારના આયુષ વિભાગના મંત્રીશ્રી મહેન્દ્રભાઇ મુંજપરા,
કેન્દ્રીયમંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા તથા મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા, રાજયના મંત્રીમંડળના સદસ્યો, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા
પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદર, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજયપાલશ્રી વજુભાઇ વાળા, મુખ્ય
સચિવશ્રી પંકજકુમર, કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી પ્રાંત અધિકારીશ્રી કે.ટી.બાટી, રેન્જ
આઇ.જી.શ્રી સંદીપ સિંઘ, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, પટેલ સેવાસમાજ ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ અસલાલિયા, ટ્રસ્ટીશ્રી
પરેશભાઈ ગજેરા, વિવિધ સંપ્રદાયોના સંતો-મહંતો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: