Breaking News

*

8 મી માર્ચે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
મહિલાઓના અસ્તિત્વને ઉજવતો આ એક દિવસ મહિલાઓને વધુ ન્યાય અપાવવા તથા તેના
પ્રયાસોમાં આગળ વધવા માટે સંકલ્પ લેવાનો દિવસ છે.

વિશ્વભરમાં જ્યારે મહિલાઓ પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધી રહી હોય ત્યારે,
મહિલાઓનું કોઈ પણ જાતનું અચિવમેન્ટ એ નાનું નથી હોતું. આ પ્રકારે જ, શિખરો સર કરવા
નીકળેલું નામ એટલે, ગુજરાત એન. સી.સી. ડિરેક્ટરેટમાં ગવર્મેન્ટ પોલીટેકનિક ખાતે
એસોસિયેટ એનસીસી ઓફિસર (ANO) તરીકે ફરજ બજાવી રહેલા ડૉ. દુહિતા લખતરિયા.

તાજેતરમાં જ ડૉ. દુહિતાને એન.સી.સી. ઓફિસર ટ્રેનિંગ એકેડમી (OTA), ગ્વાલિયર ખાતે
રીફ્રેશર કોર્સમાં ભાગ લેવાની તક મળી હતી. આ ટ્રેનિંગ એકેડેમીમાં ચાલી રહેલા રિફ્રેશર
કોર્સમાં ડોક્ટર દુહિતાએ મેરીટમાં અને એકંદર પફોર્મન્સમાં પહેલા ક્રમાંકે આવી ગોલ્ડ મેડલ
મેળવ્યો છે. હથિયાર ફાયરિંગ અને નકશા વાચન માટે પણ તેમને એક્સેલન્સ એવોર્ડ મળ્યો છે.
આ ઉપરાંત તેમને કેમ્પ સેટઅપ અને આયોજન માટે પણ એકસેલન્સ એવોર્ડ મળ્યો છે.
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એક ટ્રેઇની ઓફિસરને આટલી મોટી સંખ્યામાં એવોર્ડ મળ્યાં
છે, જે એક ગર્વ લેવાની વાત છે.

ગ્વાલિયર ટ્રેનિંગ એકેડમી એ ભારતની મહિલા ANOs માટેની એકમાત્ર ટ્રેનિંગ એકેડમી
છે. આ ટ્રેનિંગ એકેડમી ખાતે ભારતભરમાંથી એન.સી.સી. ઓફિસર ટ્રેનિંગ લેવા માટે આવતા
હોય છે. સમગ્ર ગુજરાતમાંથી આ રીતે ઓફિસર ટ્રેનિંગમાં પહેલો ક્રમાંક અને સાથે ગોલ્ડ મેડલ
મેળવનારા ડોક્ટર દુહિતા પહેલા મહિલા છે. ગુજરાત માટે તે ગર્વ લેવા જેવી વાત છે.

ગ્વાલિયર ટ્રેનિંગ એકેડમીની તાલીમનો અનુભવ જણાવતા ડૉ. દુહિતા કહે છે
કે,”એકેડમીમાં આર્મી વાતાવરણ ખૂબ કડક હોય છે, અને તેમાં પણ શિયાળાની ઠંડીમાં
ગ્વાલિયરનું તાપમાન ખૂબ જ નીચું જતું રહે છે. આવા ઠંડા વાતાવરણમાં ગ્રાઉન્ડ પર વહેલી
સવારે શારરિક કસરત કરવી ખૂબ મુશ્કેલ હોય છે. વિવિધ પરીક્ષા અને સ્પર્ધાઓથી ભરેલા
કડક નિત્યક્રમ વચ્ચે દરરોજ રાત્રિની માત્ર 4 કલાક જ ઊંઘ મળે છે. આટલી ઓછી ઊંઘ

હોવાથી બીજા દિવસે ગ્રાઉન્ડ પર કાર્ય કરવું મુશ્કેલ થઈ પડે છે, પરંતુ રાષ્ટ્ર માટે કઈક કરી
છૂટવાની ભાવના અંદરથી એક તાકાત આપે છે.” પોતાની આંતરિક શક્તિ અને મનોબળના
કારણે તથા મિત્રો અને પરિવારના માર્ગદર્શનથી આ સ્તરે પહોંચી તેઓ ખુશી વ્યક્ત કરે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ડોક્ટર દુહિતા મહિલાઓને પ્રોત્સાહન આપતા
સંદેશો આપવા માંગે છે કે, મહિલાઓ મજબૂત, ક્ષમતાવાન અને દરેક ક્ષેત્રે એક સરખા સ્તર
પર લડત આપી શકે તે રીતે મજબૂત મનોબળ ધરાવે છે. જીવનમાં ભલે ગમે તેટલી
મુશ્કેલીઓ આવે છતાં તેનો સામનો કરીને પોતાના સપનાઓને સાકાર કરવા તે જ મોટી વાત
છે. બીજી મહિલાઓ પ્રત્યેકના અનાદર, દુર્વ્યવહાર અને ભેદભાવને નકારી દુનિયાને મહિલાઓ
માટેની સુરક્ષિત જગ્યા બનાવવી જોઈએ. દરેક પરિવારમાં દીકરીને કરિયાવર સમજવાના
બદલે જો શ્રેષ્ઠ વિચારો વિરાસતમાં આપવામાં આવે તો ભારત દેશની મહિલાઓ વિશ્વ સ્તરે
પોતાના નામ રોશન કરશે.


******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post