Breaking News

નાણાકીય વર્ષ 2021-22ની સુધારેલી અંદાજપત્રીય ફાળવણી ‘સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0’ માટે ₹19999.55 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2020-2021 માટે રૂ.17902.31 કરોડની સુધારેલી બજેટ ફાળવણી કરતાં 11.71% વધુ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે (NFHS) હેઠળ 5 વર્ષથી ઓછી ઉંમરના ઓછા વજનવાળા, કુપોષિત અને ગંભીર રીતે કુપોષિત બાળકોની અંદાજિત સંખ્યા મેળવવામાં આવે છે. NFHS-5 (2019-21)ના તાજેતરના અહેવાલ મુજબ, NFHS-4 (2015-16) ની સરખામણીમાં 5 વર્ષથી ઓછી વયના બાળકો માટે પોષણ સૂચકાંકોમાં સુધારો થયો છે. સ્ટન્ટિંગ 38.4% થી ઘટીને 35.5% થઈ ગયું છે, જ્યારે વેસ્ટિંગ 21.0% થી ઘટીને 19.3% થઈ ગયું છે અને ઓછા વજનનું પ્રમાણ 35.8% થી ઘટીને 32.1% થયું છે.

આ માહિતી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાનીએ આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: