Breaking News

BAPS સંસ્થાના વિદ્વાન સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રને આલેખનાર પૂ. આદર્શજીવન સ્વામીએ જણાવ્યું,

“આ પ્રમુખ સ્વામી મહારાજ નગર માં પ્રમુખ સ્વામી મહારાજ ની જીવન ભાવના અને જીવન શૈલી –   ” સારું એ મારું” એ ભાવના અનુસાર પ્રદર્શન ખંડો , જ્યોતિ ઉદ્યાન , અક્ષરધામ મંદિર વગેરે ઉભુ કરવામાં આવ્યું છે જેમાંથી દરેક માનવી ને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા મળી શકે.

આજથી શરૂ થનાર પ્રમુખ પારાયણ પર્વ ના મુખ્ય પાંચ પ્રયોજન છે.

૧ – પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ની  ઋણાભિવ્યકિત વ્યકત કરવા.

૨ – પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માંથી પ્રેરણા લઈ શકીએ.

૩ – પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણો આપણા જીવન માં ઉતરે.

૪ – પ્રમુખ સ્વામી ના જીવન ચરિત્ર થી આપના જીવન માં શાંતિ સ્થપાય.

૫ – પ્રમુખ સ્વામી ના જીવન ચરિત્ર સાંભળીને આપણો મોક્ષ થાય થાય.”

BAPS સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું, 

”પ્રમુખસ્વામી મહારાજ એ વૈદિક સનાતન સંસ્કૃતિ ના સાક્ષાત માનવાકૃતિ હતા અને આ સનાતન સંસ્કૃતિ નો પ્રચાર પ્રસાર દુનિયા ના અનેક દેશો માં કર્યો છે.

આધ્યાત્મિકતા એ સનાતન ભારતીય સંસ્કૃતિ ની અજોડ ઓળખ છે.

ભારતીય સંસ્કૃતિ ભવ્ય, દિવ્ય અતુલ્ય અને અજોડ છે અને જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન કરીએ છીએ ત્યારે આ બધા જ ગુણો એમની માનવાકૃતિ માં જોવા મળે છે.

પ્રમુખસ્વામી મહારાજ એ તેમનું આખું જીવન કર્મયોગ માં વિતાવ્યું છે.

ભારત વર્ષ ના મંદિરો નો શ્રેય ભગવાન માં રહેલી શ્રદ્ધા ને આભારી છે અને પ્રમુખસ્વામી મહારાજે ૧૧૦૦ થી વધારે મંદિરો બનાવીને દુનિયા ના ખૂણે ખૂણે રહેલા લોકો માં ભગવાન પ્રત્યે શ્રધ્ધા જગાવી છે અને વિદેશો માં રહેતા ભારતીય ભક્તો ને પણ માનસિક શાંતિ મળે તે માટે વિદેશો માં પણ મંદિરો ની સ્થાપના કરી છે.

પ્રમુખસ્વામી મહારાજે સંગીત અને કલા ક્ષેત્રમાં અનેક સંતો ને આગળ વધવાની પ્રેરણા આપી છે કારણકે પ્રમુખ સ્વામી મહારાજ એ સંસ્કૃતિ પુરુષ છે.

પ્રમુખ સ્વામી મહારાજે સંસ્કૃતિ ના ઉદય માટે દુનિયાના અનેક દેશો માં બાળ મંડળ,યુવક મંડળ,સત્સંગ મંડળ ની શરૂઆત કરાવી છે.

દિલ્હી અક્ષરધામ મંદિર ઉદઘાટન પ્રસંગ વખતે વિશ્વ વિખ્યાત સી.એન.એન ન્યુઝ એ લખ્યું હતું કે “હિન્દુ મંદિર નું ઉદઘાટન શીખ વડાપ્રધાન , મુસ્લિમ રાષ્ટ્રપતિ અને હિન્દુ સંત દ્વારા કરવામાં આવ્યું જે પરથી આખી દુનિયા એ માન્યું કે “સરહદો વગર ના વિશ્વ” ની રચના પ્રમુખસ્વામી મહારાજ જ કરી શકે તેમ છે. 

આજે મહંત સ્વામી મહારાજ ના દર્શન કરતાં પણ વૈદિક સંસ્કૃતિ રૂપી માનવાકૃતિ ના દર્શન થાય છે.”

જમ્મુ અને કશ્મીરના લેફટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું,

પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ માં હાજર રહેવા મળ્યું એ મારું પરમ સૌભાગ્ય છે.પ્રમુખસ્વામી મહારાજ એ સમગ્ર દુનિયા ને એક પરિવાર ના સભ્ય ની જેમ તમામ લોકો ની સેવા કરી છે.

પ્રમુખસ્વામી મહારાજ માનવતા ના કલ્યાણમિત્ર હતા અને તેમના જન્મ થી સમગ્ર માનવતા અને સમાજ ધન્ય થઈ ગયા.

પ્રમુખસ્વામી મહારાજ ગરીબોના  ઉત્થાન માટે , મહિલા સશક્તિકરણ, તેમજ પરસ્પર ભાઈચારા ની ભાવના માટે જીવનભર પ્રયત્નશીલ રહ્યા.

૧૧૦૦ થી વધારે સાધુતા યુક્ત સંત સમાજ નું નિર્માણ કરીને ભવિષ્યના કલ્યાણ મિત્રોનું પણ નિમાર્ણ કર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજે સને ૨૦૦૦ માં યુનાઈટેડ નેશન્સ ના ધાર્મિક પરિષદમાં ધાર્મિક સંવાદિતા માટે ખૂબ જ અદભુત પ્રવચન આપ્યું હતું.

કિરીટ પરમાર – મેયર , અમદાવાદ 

“બીજાના ભલામાં આપણું ભલું અને તે મુજબ જીવન જીવવાની પ્રેરણા આપનાર મહાન યુગવિભૂતિ  પ્રમુખ સ્વામી મહારાજ ને અમદાવાદ શહેર ના પ્રથમ નાગરિક તરીકે હું તેમને વંદન કરું છું. દરેક હરિભક્તો ને વિપરીત પરિસ્થિતિ માં “સ્વામી બાપા બેઠા છે”  એ વિચાર માત્ર નિશ્ચિંત કરી દેતો હતો.”

ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ ના સિક્યુરિટી ડિરેક્ટર શ્રી ભરત જોશીએ  જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજ ને હું જીવનમાં ૭ વાર મળી શક્યો એ મારા જીવનનું પરમ સૌભાગ્ય છે.

પ્રમુખસ્વામી મહારાજ હંમેશા લોકોને પોતાના પરિવારજન માનીને સારસંભાળ લેતા હતા 

૨૦૦૨ માં અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલા પછી પ્રમુખસ્વામી મહારાજે જે શાંતિ સંદેશો આપ્યો તે એક બોમ્બ વિસ્ફોટ કરતા પણ પ્રચંડ હતું અને સમગ્ર ગુજરાત માં ચિર શાંતિ સ્થપાઈ ગઈ હતી.”

ગિરીશ દત્તાત્રે મહાજન – કેબિનેટ મંત્રી – મહારાષ્ટ્ર 

“પ્રમુખસ્વામી મહારાજ નગર માં આવ્યા પછી મને સ્વર્ગ ની અનુભૂતિ થઈ છે અને આ નગર નું આયોજન જોઈને આઇ.આઇ.ટી ના વિદ્યાર્થીઓ એ પણ અહી શીખ લેવા આવવું જોઈએ

અમે નાશિક માં કુંભ મેળા નું આયોજન કર્યું હતું ત્યારે અમને એમ થયું હતું કે અમે ઘણું મોટુ સફળ આયોજન કર્યું છે પણ અહીં આવીને આ પ્રમુખસ્વામી મહારાજ નગર નું આયોજન અને સ્વયં સેવકો નું સમર્પણ જોઈને થાય છે કે અમે કઈ જ નથી કર્યું.

જલગાંવ માં પણ હું ૫ એકર જમીન આપવા માંગુ છું કારણકે સ્વામિનારાયણ ના મંદિરો એ માત્ર મંદિરો નથી પણ જીવન ઉત્કર્ષ ના મંદિરો છે.”

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું,

“આજે સંસ્કૃતિ દિવસ નિમિતે આપ સૌ મહાનુભાવો આવ્યા એ માટે આપનો આભાર છે 

પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે “નોકરી ધંધો બધું જ કરવું પણ સંસ્કૃતિ અને સંસ્કાર ક્યારેય ના  ભૂલવા”

આપણી  સંસ્કૃતિના ૩ આધાર સ્તંભો છે જેમાં મંદિર , શાસ્ત્ર અને સંત નો સમાવેશ થાય છે 

મંદિરો થી લોકો ના જીવન શુદ્ધ બને છે અને સમાજ સુધારણા નું કાર્ય પણ મંદિરો દ્વારા થાય છે.

આદિ શંકરાચાર્યજી થી લઈને અનેક ઋષિ મુનિઓએ મહાન શાસ્ત્રો ની અતુલ્ય ભેટ આપી છે જેમાંથી આજે પણ સમાજ ને પ્રેરણા મળે છે.

શાસ્ત્રો કહે તેમ આપણે કરીએ તો આપણે સુખી થાય છે અને જીવન શુદ્ધ બને છે.

સંતોએ સુશિક્ષિત સમાજ નું નિર્માણ કરવામાં અતુલ્ય યોગદાન આપે છે.

શાસ્ત્ર, મંદિર અને સંત એ સમાજ નો પ્રાણ છે.

આપણને જે ભગવાન અને સંત મળ્યા છે તે સાચા મળ્યા છે અને તેમના દ્વારા આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે.

આપણી ધર્મ અને સંસ્કૃતિ સચવાય તે માટે આપણે સતત અનુસંધાન રાખવું અને તેનાથી જીવનમાં શાંતિ થશે અને ભગવાન પણ રાજી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: