Breaking News

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત બાદ કહ્યું,

“પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં સમાજસેવાનું કાર્ય કર્યું છે અને આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવા મળ્યું તે મારું પરમ સૌભાગ્ય છે. આજે મહંત સ્વામી મહારાજે મને આશીર્વાદ આપતાં કહ્યું છે કે “દરેક કાર્યમાં સર્વોચ્ચ ધ્યેય સેવા હોવો જોઈએ” અને તેવી સેવા કરતા  હજારો સ્વયંસેવકોના દર્શન આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થયા છે.આજે સંપર્ક ક્રાંતિ ટ્રેનનું નામ બદલીને “અક્ષરધામ એકસપ્રેસ” રાખવાનું નક્કી કરીને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે મારી સેવાની ભાવના વ્યક્ત કરું છું.”

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજનું વ્યક્તિત્વ એવું હતું કે નાના મોટા તમામને પ્રમુખસ્વામી અમારા છે, એવું લાગતું.

પ્રમુખસ્વામી મહારાજે બાળકોને કહ્યું છે કે, તમે નિયમિત પૂજા કરો, સારી અભ્યાસ કરો, માતા પિતાને પગે લાગો એ અમારી સેવા છે. પ્રમુખસ્વામી મહારાજે વાલીઓને કહ્યું હતું કે,’જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહિ આપો તો તમારે સંપતિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે”

પ્રોફ. ડૉ નવીન શેઠ, પૂર્વ ઉપ-કુલપતિ, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી        

અમિટી સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ફાઉન્ડેશન (ASTIF)ના પ્રમુખ શ્રી વિલિયમ સેલ્વ મૂર્તિએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને ખૂબ જ દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ થયો છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ પવિત્ર નગર છે. પ્રમુખસ્વામી મહારાજ સાથે મારો નાતો છેલ્લા ૨૦ વર્ષથી છે અને ડોક્ટર કલામ સાહેબ સાથે ઘણી વાર અક્ષરધામ મંદિરના દર્શન પણ કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજ પુણ્યાત્મા હતા અને તેમણે “સર્વ ભવન્તુ સુખિન:” ની ભાવનાથી અનેક લોકોનું જીવન પરિવર્તન કર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજ અવતાર પુરુષ હતા જેમણે તેમના પ્રેમ અને કરુણાથી સમગ્ર માનવજાતનો ઉદ્ધાર માટે પુરુષાર્થ કર્યો છે અને તેમની ભાવના “બીજાના ભલામાં આપણું ભલું” હતી માટે અનેક કુદરતી આપત્તિઓમાં પ્રમુખસ્વામી મહારાજ મદદ માટે હંમેશા આગળ આવ્યા છે. વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિરના નિર્માતા પ્રમુખસ્વામી મહારાજ છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે,”જો આપણે ભગવાને દર્શાવેલા પથ પર ચાલીશું અને સારા કાર્યો કરીશું તો જ આપણું જીવન સાર્થક ગણાશે.” અને એ જ ભાવના સાથે તેમને બાળકોને સારા સંસ્કારો આપ્યા છે અને આ જ આધ્યાત્મિક શક્તિ ના આધારે ભારત “વિશ્વગુરુ” બનશે.”

MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટીના સ્થાપક અને પ્રમુખ આદરણીય પ્રોફ. ડૉ વિશ્વનાથ કરાડે જણાવ્યું,

“આજે મારા માટે સૌભાગ્યનો દિવસ છે કે અહીં પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને સનાતન ભારતીય સંસ્કૃતિના દર્શન કર્યા. આ પ્રમુખસ્વામી મહારાજે બનાવેલા ૧૧૦૦ થી વઘારે મંદિરો અને પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વર્ગની અનુભૂતિ થાય છે કારણકે પ્રમુખસ્વામી મહારાજ પવિત્ર આત્મા હતા. પ્રમુખસ્વામી મહારાજની મહા મૂર્તિ જોઈને તેમની આંખોમાંથી દિવ્ય તેજ અનુભવાય છે.”

બીજેપી ગુજરાતના સ્ટેટ જનરલ સેક્રેટરી શ્રી રત્નાકરજીએ જણાવ્યું,

“આજે બાળદિનનું આયોજન કરવામાં આવ્યું છે તે પાછળ પ્રમુખસ્વામી મહારાજનો બાળકો પ્રત્યેના અભૂતપૂર્વ અને નિઃસ્વાર્થ પ્રેમના પ્રતીક સમાન છે. બાળકોમાં સંસ્કારોનું સિંચન કરીને પ્રમુખસ્વામી મહારાજે તેઓને આદર્શ બાળકની સાથે સાથે આદર્શ નાગરિકોનું નિર્માણ કર્યું છે.”

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ, NSEના  મેનેજિંગ ડિરેકટર & CEO શ્રી આશિષ ચૌહાણે જણાવ્યું,

“હું પ્રમુખસ્વામી મહારાજ સાથે ૧૯૭૫ થી જોડાયેલો છું, નાનપણથી બાળ મંડળનો સભ્ય છું અને પ્રમુખસ્વામી મહારાજે અમને સૌને ઉચ્ચ જીવન જીવવાના પાઠ શીખવ્યા છે.પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે,” તમે સારા કામો કરશું તો અમે રાજી રહીશું” અને “સહન કરશો તો સુખી રહેશો. મારા જેવા એક નાના આળસુ બાળકને પ્રેરણા આપીને ઉચ્ચ હોદ્દા પર પહોંચાડ્યો એનો શ્રેય પ્રમુખસ્વામી મહારાજને જાય છે કારણકે તેઓએ હંમેશા બીજા માટે જીવવાનું શીખવ્યું છે.”

એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના સ્થાપક, ચેરમેન પદ્મવિભૂષણ શ્રી પ્રતાપ સી. રેડ્ડીએ જણાવ્યું,

“ આ પ્રમુખસ્વામી મહારાજ નગર અદ્ભુત છે કારણકે પ્રમુખસ્વામી મહારાજ ખુદ અદ્ભુત હતા અને તે માટે મહંતસ્વામી મહારાજ અને તમામ સંતો હરિભક્તોને ખૂબ ખૂબ અભિનંદન જેમણે આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે મને આદેશો આપેલો કે ‘અહી જે પણ દર્દી સારવાર માટે આવે તેને પોતાના પરિવારજન માનીને સારવાર કરજો’ અને તે આજ્ઞાનું પાલન આજે પણ કરી રહ્યો છું. અહીંના સમર્પિત સ્વયંસેવકો ને જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો છું. “ 

બિલાડાના દીવાન શ્રી માધવસિંઘજી દીવાને જણાવ્યું,

“મારા પર યોગીજી મહારાજ અને  પ્રમુખસ્વામી મહારાજના ઘણા આશીર્વાદ અને પ્રેમ રહ્યા છે. “

લોકસભા સાંસદ પૂજ્ય  શ્રી મહંત બાલક નાથ યોગીએ જણાવ્યું,

“સનાતન ધર્મ પરંપરામાં મુખ્યત્વે ૪  કુંભ મેળાનું આયોજન થાય છે પરંતુ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને સંતો હરિભક્તોના પરિશ્રમથી નિર્માણ પામેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં હું પાંચમા કુંભનું દર્શન કરી રહ્યો છું. આજે બાળકો માટેના વિશિષ્ટ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે તે જોઈને હું ખૂબ જ અભિભૂત થયો છે. સમગ્ર દુનિયામાં આપણી સંસ્કૃતિ, પરંપરા, આદર્શો અને મૂલ્યો વગેરેને જીવિત રાખવા માટે પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં માનવચેતનાના મંદિરોનું નિર્માણ કર્યું છે.આજે પણ ભારતીય સંસ્કૃતિ જીવિત છે તેનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતોને જાય છે. “ 

શાંતિધામ આરાધના કેન્દ્રના સ્થાપક બંધુ ત્રિપાઠી પૂજ્ય શ્રી જિનચંદ્રજી મહારાજે જણાવ્યું,

  “૨૧મી સદીના સંતોનો ઇતિહાસ લખાશે ત્યારે સર્વોચ્ચ નામ પ્રમુખસ્વામી મહારાજનું હશે તેવું હું દૃઢપણે માનું છું. પ્રમુખસ્વામી મહારાજે ઘણાય કાર્યો કર્યા છે પરંતુ તેઓ તેમની આંતરિક આધ્યાત્મિક ઊર્જા અને તેમના સંતત્વના કારણે વિશ્વવંદનીય છે. જ્યારે જ્યારે હું પ્રમુખસ્વામી મહારાજનું દર્શન કરતો ત્યારે મને ભગવાન મહાવીરનું વાક્ય યાદ આવે છે  કે,” જેનું ઋજુ અને કોમળ હૃદય હોય, સરળ અને નિર્મળ હોય તેવા શુદ્ધ આત્મામાં ધર્મ ટકે છે” અને પ્રમુખસ્વામી મહારાજ તેવા વિરલ પુરુષ હતા. પ્રમુખસ્વામી મહારાજે ઊંચનીચના ભેદભાવ વગર તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના હૃદયમાં માનવતાના દીપક પ્રજ્વલિત કર્યા છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં અદ્દભુત સ્વચ્છતાનું દર્શન થયું અને “સ્વચ્છ ભારત અભિયાન” નું ઉદાહરણ જોવું હોય તો પ્રમુખસ્વામી મહારાજ નગર છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજમાં અનોખી ઉદારતા નમ્રતા સરળતા અને અહમ્ શૂન્યતા જોવા મળે છે. પ્રમુખસ્વામી મહારાજે દિલ્હીમાં અક્ષરધામનું નિર્માણ કરીને ઉત્તમ ગુરુભક્તિ , ઉત્તમ સમર્પણ અને ઉત્તમ શિષ્યનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.”

પેજાવર મઠના પ્રમુખ પૂજ્ય વિશ્વપ્રસન્ના તીર્થ સ્વામીએ જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજે “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના અનેક લોકોમાં પ્રજ્વલિત કરી છે કારણકે સંતો મહંતોનું કુટુંબ દેશની સરહદો સુધી સમિતિ નથી પરંતુ સમગ્ર વિશ્વ તેમનું કુટુંબ છે. આજે દુનિયા ભરના અનેક લોકોએ આ પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત લીધી છે. તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજે કરેલા સમાજસેવાના કાર્યો અને સમાજને શીખવેલા આદર્શો અને મૂલ્યો રહેલા છે. પ્રમુખસ્વામી મહારાજે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરીને ભારતીય સંસ્કૃતિને જીવીત રાખવાનું કાર્ય કર્યું છે.પ્રમુખસ્વામી મહારાજ આપણી વચ્ચે થી ગયા જ નથી કારણ કે તેઓ મહંત સ્વામી મહારાજમાં પ્રગટ છે.”

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત બાદ કહ્યું,

“પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં સમાજસેવાનું કાર્ય કર્યું છે અને આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવા મળ્યું તે મારું પરમ સૌભાગ્ય છે. આજે મહંત સ્વામી મહારાજે મને આશીર્વાદ આપતાં કહ્યું છે કે “દરેક કાર્યમાં સર્વોચ્ચ ધ્યેય સેવા હોવો જોઈએ” અને તેવી સેવા કરતા  હજારો સ્વયંસેવકોના દર્શન આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થયા છે.આજે સંપર્ક ક્રાંતિ ટ્રેનનું નામ બદલીને “અક્ષરધામ એકસપ્રેસ” રાખવાનું નક્કી કરીને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે મારી સેવાની ભાવના વ્યક્ત કરું છું.”

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજનું વ્યક્તિત્વ એવું હતું કે નાના મોટા તમામને પ્રમુખસ્વામી અમારા છે, એવું લાગતું.પ્રમુખસ્વામી મહારાજે બાળકોને કહ્યું છે કે, તમે નિયમિત પૂજા કરો, સારી અભ્યાસ કરો, માતા પિતાને પગે લાગો એ અમારી સેવા છે. પ્રમુખસ્વામી મહારાજે વાલીઓને કહ્યું હતું કે,’જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહિ આપો તો તમારે સંપતિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post