વિશ્વની અજાયબી સમાન મંદિરો- સંસ્કૃતિધામોના સર્જક અને અભિનવ વિશ્વકર્મા પ્રમુખસ્વામી મહારાજના યુગકાર્યને બિરદાવતાં મહાનુભાવો
- પ્રમુખસ્વામી મહારાજે ૧૨૩૧ જેટલાં મંદિરોના સર્જન દ્વારા અધ્યાત્મ, રાષ્ટ્ર સેવા, સમાજ સેવા અને સંસ્કૃતિ રક્ષાની આહ્લેક જગાવી
- ભારત ઉપરાંત વિદેશમાં પણ ૧૨૫ કરતાં વધુ મંદિરો દ્વારા સનાતન ધર્મના અવતારો-દેવી દેવતાઓ-આચાર્યો-સંત પરંપરા-ભક્તોને પ્રમુખસ્વામી મહારાજે મહાન અંજલિ આપી છે
- નૈરોબી, લંડન, હ્યુસ્ટન, એટલાન્ટા, શિકાગો, લોસ એન્જેલસ, ટોરોન્ટો, ન્યૂજર્સી જેવાં શહેરોમાં અભૂતપૂર્વ શિખરબદ્ધ મંદિરો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને વૈદિક સનાતન ધર્મની ગરિમાને વિશ્વના ખૂણે ખૂણે પ્રસરાવી, સેંકડો એવોર્ડથી પ્રતિષ્ઠિત આ મંદિરો પ્રસરાવી રહ્યા છે શાંતિ, પ્રેમ, સંવાદિતા અને સમાજ-સેવાની સુવાસ
- ૨૦૦૦ માં ગિનીઝ બુક દ્વારા પ્રમુખસ્વામી મહારાજને સૌથી વધુ હિન્દુ મંદિરોનું સર્જન કરવા બદલ ‘માસ્ટર બિલ્ડર’ તરીકે નવાજવામાં આવ્યા હતા. ૨૦૦૭ માં ગિનીઝ બુક દ્વારા પ્રમુખસ્વામી મહારાજને સૌથી વધુ હિન્દુ મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે પુનઃ એવોર્ડ એનાયત થયો હતો.
- ૨૦૦૭ માં ગિનીઝ બુક દ્વારા દિલ્લી સ્વામિનારાયણ અક્ષરધામને ‘વિશ્વના સૌથી મોટા સર્વાંગસંપૂર્ણ હિન્દુ મંદિર’ તરીકે નવાજવામાં આવ્યું હતું.
- ૧૯૯૮ માં રીડર્સ ડાઈજેસ્ટ દ્વારા લંડન નિઝડન સ્વામિનારાયણ મંદિરને ‘ ૭૦ મોડર્ન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ’ માં પણ સ્થાન આપવામાં આવ્યું હતું.
- પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય નિશ્રામાં વિશ્વભરમાં થઈ રહ્યું છે અનુપમ દીપમાળ સમાન મંદિરોનું સર્જન
- અબુધાબીમાં નિર્માણાધીન અજોડ BAPS હિન્દુ મંદિરની સાથે ન્યૂજર્સી અક્ષરધામ, સુરત અક્ષરધામ તેમજ પેરિસ, જોધપુર, જોહાનિસબર્ગ, અમદાવાદ સાથે વિશ્વના અનેક શહેરોમાં રચાઇ રહેલાં BAPS હિન્દુ મંદિરો કરી રહ્યા છે સર્વતોમુખી સમાજ-ઉત્કર્ષનું અદ્ભુત કાર્ય
- વિશ્વના ૧૯ જેટલાં દેશોના ૧૫૦ કરતાં વધુ બાળકો-યુવાનોના સંગીત વૃંદ દ્વારા ૩૩ જેટલાં વિભિન્ન ભારતીય વાદ્યો દ્વારા ‘સિમ્ફની’ ની પ્રસ્તુતિ
આજે મહોત્સવના ચતુર્થ દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ આજના ‘મંદિર ગૌરવ દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા.
પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે સાંજે ૫.૧૫ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વના ૧૯ જેટલાં દેશોના ૧૫૦ કરતાં વધુ બાળકો-યુવાનોના સંગીત વૃંદ દ્વારા ૩૩ જેટલાં વિભિન્ન ભારતીય વાદ્યો દ્વારા અદ્ભુત ભક્તિ સંગીતની પ્રસ્તુતિ થઈ. સિમ્ફની નામથી પ્રખ્યાત આ સંગીત કાર્યક્રમમાં વિશ્વના અનેક સંગીતજ્ઞ ભક્તો જોડાયા હતા.
પ્રમુખસ્વામી મહારાજના મંદિર નિર્માણના વિશ્વવિક્રમી કાર્ય પર પ્રકાશ પાડતાં BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ આદર્શજીવન સ્વામીએ કહ્યું,
“ “
‘આવો નિરખીએ મંદિર’ કીર્તન દ્વારા પ્રમુખસ્વામી મહારાજના મંદિર સર્જન કાર્યની સ્મૃતિ કરવામાં આવી.
‘મંદિરોના વિરલ સર્જક’ વિષય પર BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું,
“ “
ત્યારબાદ મંદિરોના ગૌરવ અને અસ્મિતા પર યુવા વૃંદ દ્વારા ‘હમ સનાતની હિન્દુ હમારી’ નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી. આફ્રિકા સત્સંગ મંડળ દ્વારા વિશિષ્ટ નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી.
આજના સંધ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો :
- ડૉ રમાકાંત પાંડા, ચીફ કન્સલ્ટન્ટ ફોર કાર્ડીઓવાસ્ક્યુલર થોરાસિક સર્જન
- શ્રી રતિભાઈ પટેલ, પ્રમુખ-વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
- પૂજ્ય સ્વામી ગોવિંદ દેવ ગિરિજી, કોશાધ્યક્ષ- શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ
- શ્રી ગગજીભાઈ સુતરીયા, પ્રમુખ – સરદારધામ
- શ્રી એસ. સિવકુમાર, ચેરમેન – એક્સિક્યુટિવ કમિટી – BCCL
( ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ)
- શ્રી યશવંતભાઈ શુક્લ, ચેરિટી કમિશનર – ગુજરાત સરકાર
સંધ્યા સભામાં ઉપસ્થિત મહાનુભાવોના ઉદગારો
<અન્ય ડોક્યુમેન્ટમાં સમાવિષ્ટ છે.>
વિશેષ: ૧૮ ડીસેમ્બરના રોજ સવારના સત્રમાં પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે મેડીકો – સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન થયું હતું.
૧૮ ડિસેમ્બર, રવિવાર
મેડીકો-સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સમાં આમંત્રિત મહાનુભાવોના ઉદ્ગાર
કોન્ફરન્સ વિષય: “A Journey – Medical Science to Spiritual World”
મહાવીર સિંહ જાડેજા ( ચેરમેન – IMA ગુજરાત દર્શન )
“પ્રમુખસ્વામી મહારાજે ભાવનગરમાં ૧૯૯૦ માં મારા ઘરે પધરામણી કરીને મને આશીર્વાદ આપ્યા હતા. આ નગરની મુલાકાત પછી મેનેજમેન્ટ શીખવા મળે છે.”
પૂ. જ્ઞાનવત્સલ સ્વામી, BAPS
“પ્રમુખસ્વામી મહારાજે વિપત્તિઓમાં ધીરજ રાખીને, સકારાત્મક વલણ કેળવીને કાર્યો કર્યાં છે, પરિણામસ્વરૂપ BAPS સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં કન્સલટેટીવ સ્ટેટસ ધરાવે છે. પ્રમુખસ્વામી મહારાજની અસીમ શ્રદ્ધા અને ખંતને કારણે જ નિઝડન, લંડનમાં અજાયબી સમું મંદિર શક્ય બન્યું. જીવનમાં સકારાત્મક રહેવા અને સમતા કેળવવા સખત પુરુષાર્થની સાથે ભગવાન સર્વ-કર્તા છે તે સમજણ કેળવવી જોઈએ.”
ડો. મહાદેવ દેસાઇ, ઇન્ટરનલ મેડિસિન
“હું પ્રમુખસ્વામી મહારાજના પ્રતાપે આજે શાકાહારી છું. ૪૦ વર્ષ પહેલાં જ્યારે હું તેમણે મળ્યો ત્યારે તેમણે મને શાકાહાર પર લેખ લખવા કહ્યું. મેં વિચાર્યું કે હું સંપૂર્ણ શાકાહારી બનીને જ આ વિષય પર લખી શકીશ. જીવમાત્ર પ્રત્યે કરુણા, અહિંસા, સાત્વિક ભોજન અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે શાકાહાર અપનાવવો જોઈએ.
પૂ. બ્રહ્મવિહારી સ્વામી, BAPS
“માનવ જીંદગી સાથે નિકટથી કાર્ય કરતાં આપ સૌને નગર સંયમની પ્રેરણા આપી શકે તેમ છે. પ્રમુખસ્વામી મહારાજે સમજાવ્યું કે અધ્યાત્મ ઝંઝાવાત નથી, તે તો પવનની હળવી લહેરખી જેવું હોવું જોઈએ, જેને માનવી સહજતાથી માણી શકે. પ્રમુખસ્વામી મહારાજે આધ્યાત્મિકતાની વ્યાખ્યા બદલી નાખી. તેમણે ૪૦ લાખ લોકોને વ્યસનમુક્ત કર્યા. તેમના પ્રેમે લોકોના જીવન બદલ્યા. જો તમારે પરિવર્તન લાવવું છે, તો તે પ્રેમથી આવશે. પ્રમુખસ્વામી મહારાજે પ્રત્યેક કાર્ય નિ:સ્વાર્થ પ્રેમ દ્વારા કર્યું.
પોતાનાથી મહાન એવી શક્તિ અને ધ્યેયમાં વિશ્વાસ, સ્વનિયંત્રણ, અન્યો પ્રત્યે શુભ-ભાવના અને કરુણા આપણા જીવનમાં શાંતિ લાવશે. જો તમે અન્યની સુખાકારી માટે પ્રયત્ન કરશો તો સુખ તમને શોધતું આવશે.