માઁ અંબાજીનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે એવા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ગુજરાત વિધાનસભાના માન. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીજી અને માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજીત “શ્રી 51શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024” અંતર્ગત ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થઈ, ધર્મ અને સંસ્કૃતિનો અદભુત લાઈટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળી ધન્યતા અનુભવી.
આ સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં ઉપસ્થિત રહીને દર્શન- આરતીમાં સહભાગી થયો. પરિક્રમા પથ પર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળે અદભુત નજારો ઊભો કર્યો હતો.
પ્રકૃતિના સાંનિધ્યમાં અને અરવલ્લીની ડુંગરમાળામાં વસેલ પવિત્ર યાત્રાધામ અંબાજીને આધ્યાત્મિક અને પર્યટનના સમન્વયનું કેન્દ્ર બને એવું ભવ્ય આયોજન કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી અવિરતપણે કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાથી મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.