મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય શ્રી તેજેન્દ્રપ્રસાદ મહારાજશ્રી તથા સંતો-મહંતોના આશીર્વાદ લીધા
અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મેમનગર દ્વારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય શ્રી તેજેન્દ્રપ્રસાદ મહારાજશ્રી તથા સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા.
આ પ્રસંગે શ્રી તેજેન્દ્રપ્રસાદ મહારાજશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું શાલ તથા સમૃતિભેટ આપી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય શ્રી તેજેન્દ્રપ્રસાદ મહારાજશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો નાતો વર્ષોથી શ્રી સ્વામિનારાયણ મંદિર મેમનગર સાથે રહ્યો છે. વધુમાં શ્રી તેજેન્દ્રપ્રસાદ મહારાજશ્રીએ મુખ્યમંત્રીશ્રી વિશે કહ્યું કે, આપણા સંપ્રદાય વિશે તેમને આત્મીયતા છે. વધુમાં જણાવ્યું કે, હવે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ ટૂંક જ સમયમાં થશે, તે માટે આપણે સૌ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આભારી છીએ, એવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી બાબુભાઈ જ. પટેલ, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.