27-11
આજે કારતક સુદ પુનમના દિવસે શ્રી મોઢેશ્વર માતાજી મંદિરથી લઈ શક્તિપીઠ તીર્થ શ્રી બહુચરાજી માતાજી મંદિર સુધીના અંદાજીત ૧૫ કી.મી. ના યાત્રામાર્ગ પર પદયાત્રાનું મોઢેશ્વરી ખાતે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે પ્રસ્થાન કરાવ્યું.
આ પદયાત્રાનો હેતુ શક્તિપીઠ તીર્થ બહુચરાજી અને માતંગી તીર્થ શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર મોઢેરા આ બન્ને ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો વચ્ચે ભક્તિનો સેતુ રચવાનો અને તેના મારફતે જન જનના મનમાં શક્તિ અને ભક્તિનો સંચાર કરવાનો છે. શક્તિ-ભક્તિના ઉત્સવ સમાન આ પદયાત્રા ભાવિક ભક્તો માટે સુખદ અને સલામત રૂપ બની રહે તેવી શુભકામનાઓ પાઠવું છું.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, સંસદ સભ્ય શ્રી શારદાબેન પટેલ, સર્વે ધારાસભ્યશ્રીઓ – સુખાજી ઠાકોર, કિરીટભાઈ પટેલ, કરસનભાઈ સોલંકી, મુકેશભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેસાણા તૃષાબેન પટેલ, પૂર્વ સાંસદ જયશ્રીબેન, દૂધસાગર ડેરી મહેસાણા ચેરમેન અશોકભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, ગુજરાત રાજ્ય બક્ષીપંચ મોરચા અધ્યક્ષ મયંકભાઇ નાયક, પ્રવાસન સચિવ શ્રી હરિ શુક્લાજી, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રાવલ સાહેબ, કલેકટર શ્રી નાગરાજનજી, મહેસાણા ડીડીઓ ઓમ પ્રકાશ જી અને મોટી સંખ્યામાં ભાવિભક્તો જોડાયા હતા.