રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શપથ લેવડાવ્યા
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, કાયદો અને ન્યાયતંત્રના મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં શપથવિધિ સમારોહ યોજાયો
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે શ્રીમતી સુનીતા અગ્રવાલજીને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.
રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યના કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને મુખ્ય સચિવ શ્રી રાજકુમાર ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંચસ્થ મહાનુભાવોએ પુષ્પો અર્પણ કરીને મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનીતા અગ્રવાલજીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા. શપથવિધિનું સંચાલન રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુએ કર્યું હતું.રાજભવનના પ્રાંગણમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં પ્રોટોકોલ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ શ્રી આર. એચ. શુક્લ, રાજ્યના વિજિલન્સ કમિશનર શ્રીમતી સંગીતા સિંઘ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.