“શ્રમિક અન્નપૂર્ણા યોજના” અંતર્ગત બાંધકામના શ્રમિકોને ₹ ૫/- માં એક ટાણાનું પૌષ્ટિક ભોજન આપવા સિધ્ધપુરના દેથલી ચાર રસ્તા પાસે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે નવા કેન્દ્રનો શુભારંભ કરાવ્યો.
આ કેન્દ્ર ઉપરાંત રાધનપુર(ઇસ્કોન પ્લાઝા પાસે), હારિજ(સરદાર ચોક), ચાણસ્મા(સરદાર ચોક) માં પણ નવા કેન્દ્રો શરૂ થવાથી મહત્તમ શ્રમિકો તેનો લાભ લઈ શકશે. રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ ઉપરાંત સપ્તાહમાં એકવાર સુખડી જેવા મિષ્ટાનયુક્ત ભોજન શ્રમિકોને આ યોજના હેઠળ આપવામાં આવે છે.


આ પ્રસંગે અરવિંદ વિજયન કલેકટર પાટણ, પ્રદીપસિંહ રાઠોડ આરએસી પાટણ, ભાનુમંતિબેન મકવાણા જિલ્લા પંચાયત પ્રમુખ, બાંધકામ બોર્ડ સચિવ વી.આર સક્સેનાજી, શ્રીમતી સેજલબેન દેસાઈ મહિલા અને બાલવિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, ભાજપ શહેર પ્રમુખ કિરણભાઈ શાસ્ત્રી, તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, શ્રી જશુભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઇ પટેલ, શ્રીમતી સુષ્માબેન રાવલ, શ્રીમતી પ્રજ્ઞાબેન, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી પ્રહેલાદભાઈ પટેલ, ડેલીગેટશ્રીઓ, કોર્પોરેટશ્રીઓ, કાર્યકરો, સંગઠનના અધિકારીઓ, શ્રમિક લાભાર્થીઓ હાજર રહ્યા.


