ખ્યાતનામ નિષ્ણાતો ડૉ. જે.એન. દેસાઈ અને ડૉ. વી.બી. કાંબલેએ ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર વિશે માહિતી આપી
કાર્યક્રમમાં ગુજરાતના સાત જિલ્લાના સાયન્સ કોમ્યુનિકેટર્સે હાજરી આપી હતી
21-6-2023
21મી જૂન ગુજરાત માટે મોટો દિવસ છે. કર્કવૃત એ, વિષુવવૃત્તથી 23.44 ડિગ્રી ઉત્તરના ખૂણા પર એક કાલ્પનિક રેખા છે, જે આ રેખા રાજ્યના 7 જિલ્લાઓમાંથી પસાર થાય છે.
કર્કવૃત ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થાય છે: ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ.
ગુજરાતમાં તે સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે: (1) અરવલી, (2) સાબરકાંઠા, (3) ગાંધીનગર, (4) મહેસાણા, (5) સુરેન્દ્રનગર, (6) પાટણ, (7) કચ્છ.
કર્કવૃત અને તેના મહત્વ વિશે જાગૃતિ અને સમજ ઉભી કરવા તેમજ સ્થળને એક સંશોધન બિંદુ તરીકે વિકસાવવા માટે, ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક 5930 ચોરસ મીટર વિસ્તારમાં સલાલ ગામ ખાતે વિકસાવવામાં આવી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર હાઇવે પર આ પ્રોજેક્ટ રૂ. 7.00 કરોડના ખર્ચે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે.
ગુજકોસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી આ ટ્રોપિક ઓફ કેન્સર પાર્ક વિશે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે, ગુજકોસ્ટ દ્વારા ઉનાળાના અયનકાળના દિવસે એક આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું-જે દિવસે સૂર્યના કિરણો કર્કવૃત પર બરાબર લંબ હોય છે.
ડૉ. જે.એન. દેસાઈ, ભૂતપૂર્વ પ્રોફેસર, ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર, ભૌતિક સંશોધન પ્રયોગશાળા (પી.આર.એલ.) અને ડૉ. વી. બી. કાંબલે, ભૂતપૂર્વ નિયામક, વિજ્ઞાન પ્રસારના સત્રમા વિજ્ઞાન સંચારકર્તાઓને અમૂર્ત અને કલ્પનાશીલ ખ્યાલ વિશે સમજાવ્યુ. તેઓએ દર વર્ષે ટ્રોપિક ઓફ કેન્સર લાઇનની હિલચાલના કારણો પણ સમજાવ્યા. આબોહવાની પરિસ્થિતિઓમાં પરિવર્તનનો સંબંધ પૃથ્વીની ધરીના ઝોક સાથે પણ છે, તે નિષ્ણાતો દ્વારા સમજાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાતના સાત જિલ્લાના વિજ્ઞાન સંચારકારોએ (Science Communicators એ) હાજરી આપી હતી જ્યાંથી કર્કવૃત પસાર થાય છે.