
શિકાગો: શ્રી જલારામ મંદિર દ્વારા આરોગ્ય મેળાનું આયોજન હોફમેન એસ્ટેટ, IL માં સ્થિત શ્રી જલારામ મંદિરે રવિવાર 19 મે 2024 ના રોજ તેના વાર્ષિક આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું વાર્ષિક આરોગ્ય મેળો સમુદાયના સભ્યો અને ભક્તોને મદદ કરવાના ધ્યેય સાથે યોજવામાં આવેલ જેમને તબીબી સહાયની જરૂર હોય અને બિલ ની ચૂકવણી કરી શકતા નથી તે લોકો માટે આ હેલ્થ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. 302 જેટલા લોકોએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લેતા આ કાર્યક્રમને મોટી સફળતા મળી હતી.
તબીબી સેવાઓમાં ચિકિત્સકની સલાહ, દાંતની તપાસ, કાર્ડિયોલોજિસ્ટ દ્વારા EKG અર્થઘટન, શારીરિક ઉપચાર, આહાર/પોષણ પરામર્શ, આયુર્વેદિક પરામર્શ અને પગનું સ્કેન સેવાઓ પૂરી પાડવામાંઆવેલ.

લોકો તેમના નામની નોંધણી કરાવે છે
વધુમાં, દરેક સહભાગી માટે નીચેના પરીક્ષણો કરવામાં આવ્યા હતા:બ્લડ પ્રેશર, બ્લડ સુગર, લેબોરેટરી પરીક્ષણો જેમ કે સંપૂર્ણ બ્લડ કાઉન્ટ, કેમિકલ પ્રોફાઇલ, લિપિડ પ્રોફાઇલ, TSH અને HGA1C, યુરીનાલિસિસ અને હાડકાની ઘનતા ની સેવાઓ પૂરી પાડવામાં આવલ.

લોકો તેમના વારાની રાહ જોઈ રહ્યા છે
આરોગ્ય મેળાને આંશિક રીતે સ્થાનિક વિક્રેતાઓ અને લોહાન એસોસિએશન ઓફ ગ્રેટર શિકાગો દ્વારા ટેકો મળ્યો હતો. શ્રી જલારામ મંદિર સમિતિના સભ્યોએ સહભાગીઓનો પ્રવાહ અને તેમની સલામતી જાળવવા સખત મહેનત કરી કરવામાં આવેલ. મંદિર કિચન ટીમે બધાને ચા, કોફી અને હળવો નાસ્તો આપ્યો હતો.
આ ઇવેન્ટની સફળતા હેલ્થ કેર અને નોન-હેલ્થ કેર સ્વયંસેવકોને ફાળે જાય છે જેમણે સેવા આપવા માટે તેમના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢ્યો. લગભગ 6 ફિઝિશિયન, 2 કાર્ડિયોલોજિસ્ટ, 2 ડેન્ટિસ્ટ અને 75-80 જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.

.આરોગ્ય મેળાના સંયોજકો જયંતિભાઈ ઠક્કર અને બકુલ ઠક્કરે સમૂહ ગ્રુપમાં સભ્યો અને ભક્તોનો આભાર માન્યો હતો.
આરોગ્ય મેળાના સંયોજકો જયંતિભાઈ ઠક્કર અને બકુલ ઠક્કરે સમાજના સભ્યો અને ભક્તોનો આભાર માન્યો હતો જેમણે આવી અને ખૂબ જરૂરી સેવાઓનો લાભ લીધો. આરોગ્ય મેળો સમિતિ અને શ્રી જલારામ મંદિર સમિતિના સભ્યોનો ખાસ આભાર કે જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી સંસાધનોની સંપૂર્ણ યોજના તૈયાર કરી છે.
જયંતિ ઓઝા દ્વારા ફોટો અને માહિતી