
પૂજ્યશ્રી દ્વારકેશલાલજી મહોદયજી (કડી -અમદાવાદ) ના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ચૈત્ર સુદ 6, એપ્રિલ 14ના રવિવારે Wyatt સ્કૂલ, Plano માં વૈષ્ણવ સંઘે બહુ જ ધામધૂમથી શ્રીયમુનાજી પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરી. પૂજ્યશ્રીએ લોટી ઉત્સવની આજ્ઞા કરી હતી. તેથી શ્રીજીબાવા સાથે શ્રીયમુનાજી પણ લોટી સ્વરૂપે બિરાજ્યા હતા. ઘણી બધી સજાવટ સાથે નિજ મંદિર બહુ જ સુંદર અને આકર્ષક બની રહ્યું. યમુનાજીના પદો અને ગીતો સાથે આખું વાતાવરણ રંગીન બની ગયું હતું.



આપણા સ્તોત્ર-પાઠોનું પારાયણ થયું, પછીથી, ઠાકોરજીની સજાવટના મુખ્ય વોલન્ટીયર નીશિતાબેને શ્રીયમુનાજી વિષે ખુબ જ સુંદર માહિતીયુક્ત ઉત્સવ દર્શન કરાવ્યું! બાદમાં સર્વે વૈષ્ણવોને વિડિઓ દ્વારા પૂજ્યશ્રી જેજેશ્રીના વચનામૃતનો લ્હાવો મળ્યો!
પછી દર્શન ખુલ્યા, અને બધા જ શ્રી ઠાકોરજી અને યમુનાજીના દર્શન કરી ભાવવિભોર થયા, જયજયકાર થયો! યમુનાજીનો યત્સવ હોય અને ગરબા રમ્યા વગર કેમ ચાલે? અડધો કલાક ગરબાની રમઝટ ચાલી. બાળકો સહિત બધા જ ગરબે ઘૂમ્યા!

વૈષ્ણવ સંઘ દ્વારા ટેક્ષાસનું પ્રથમ વૈષ્ણવ ક્લચર સેન્ટર અને શ્રીવલ્લભધામ હવેલીનું નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો છે, તે અંગેની માહિતી અપાઈ. બધા જ વૈષ્ણવોને આ પવિત્ર કાર્યમાં જોડાવાની અપીલ કરીએ છીએ.


આરતી અને છેલ્લે પ્રસાદ લઈને બધા જ વૈષ્ણવો છુટા પડ્યા.
સત્સંગ 4 વાગે શરૂ થઇ, બરાબર 6 વગર પૂરો થયો! મોટા ભાગે બધા સમયસર આવી જાય છે, તે ઘણું આવકારદાયક છે.
બધા જ વૈષ્ણવો નોંધ લે કે હવે પછીનો ઉત્સવ શ્રી મહાપ્રભુજી પ્રાગટ્યનો રવિવાર May 12 મીએ આ જ સ્થળ અને સમયે થશે.
જૂન માસની 14, 15 અને 16 દરમ્યાન શ્રીમદ ભગવતગીતા કથાનો ભવ્ય ઉત્સવ આપણા DFW Hindu Templeમાં યોજાશે. સાથે સાથે તેમાં 51 પોથીપુજન પણ રાખ્યું છે. ઘણા બધા વૈષ્ણવોએ આનો લાભ લેવા નામ નંધાવ્યા છે. આખા ટેક્ષાસના વૈષ્ણવોને આ પ્રસંગનો લાભ લેવા આમંત્રણ છે.