Breaking News

નવી દિલ્હી, તા.13-04-2022

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે જલ શક્તિ મંત્રાલયના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD અને GR) વિભાગ અને જાપાનનાં પર્યાવરણ મંત્રાલય વચ્ચે વિકેન્દ્રીત સ્થાનિક વેસ્ટ વોટર મેનેજમેન્ટનાં ક્ષેત્રોમાં હસ્તાક્ષર કરાયેલા સહકાર મેમોરેન્ડમ (MoC) માટે કાર્ય-ઉત્તર મંજૂરી આપી દીધી છે.

 અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યો:

એક મેનેજમેન્ટ કાઉન્સિલ (MC)ની રચના કરવામાં આવશે જે આ MoCના અમલીકરણ માટે સહયોગની વિગતવાર પ્રવૃત્તિઓ ઘડીને અને તેની પ્રગતિ પર દેખરેખ રાખવા માટે જવાબદાર હશે.

મુખ્ય અસરો:

MoC દ્વારા જાપાન સાથેનો સહયોગ વિકેન્દ્રિત ઘરેલું વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને જોહકાસોઉ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટ્રીટેડ ગંદા પાણીના અસરકારક પુનઃઉપયોગ જેવા ક્ષેત્રોમાં ખૂબ ફળદાયી સાબિત થશે. નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ સમાન પરિસ્થિતિ ઉપરાંત, જલ જીવન મિશન હેઠળ કવરેજ સાથે વસાહતોમાંથી ગ્રે/કાળાં પાણીનાં વ્યવસ્થાપન તેમજ મિશન હેઠળ તાજાં પાણીના સ્ત્રોતોના ટકાઉપણાં માટે વિકેન્દ્રિત જોહકાસોઉ સિસ્ટમો વધુ અસર કરી શકે છે. તે ULBને વેસ્ટ વોટરને ટ્રીટ કરવાના જટિલ મુદ્દા માટે વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ કરશે.

 સામેલ ખર્ચ:                  

આ MoC હેઠળ બંને પક્ષો પર કોઈ નાણાકીય જવાબદારીઓ રહેશે નહીં. આ MOC હેઠળની પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે, કેસ-વિશિષ્ટ વિગતવાર દસ્તાવેજો જેમ કે પૂર્વ-સંભાવ્યતા અહેવાલો, શક્યતા અહેવાલો અને વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો અને અન્ય બાબતો બનાવવામાં આવી શકે છે, જે સંબંધિત ક્ષેત્રોમાં વિગતવાર સ્પષ્ટીકરણો તેમજ અન્ય સંબંધિત બાબતોને જેમ કે જો જરૂરી જણાય તો, આવા કેસ-વિશિષ્ટ પ્રોગ્રામ અને પ્રોજેક્ટની નાણાકીય વ્યવસ્થાને આવરી લે છે.

મુદ્દાવાર વિગતો:

વિકેન્દ્રિત વેસ્ટ વોટર મેનેજમેન્ટ ક્ષેત્રોમાં જાપાનનાં પર્યાવરણ મંત્રાલય અને ભારતના જલ શક્તિ મંત્રાલય (MoJS)ના જળ સંસાધન નદી વિકાસ અને ગંગા પુનર્જીવન વિભાગ (DoWR, RD અને GR) વચ્ચે સહકાર મેમોરેન્ડમ (MoC) પર 19.03.2022ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે સમાનતા અને પરસ્પર લાભના સિદ્ધાંતો પર આધારિત, જાહેર પાણીના ક્ષેત્રોમાં પાણીનાં પર્યાવરણની જાળવણી અને જાહેર આરોગ્યમાં સુધારો કરવા માટે વિકેન્દ્રિત ઘરેલુ વેસ્ટ વોટર મેનેજમેન્ટ માટે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ MoC પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ભારતીય પ્રજાસત્તાકના DoWR, RD અને GR, MoJS અને જાપાનના^ પર્યાવરણ મંત્રાલય વચ્ચે વિકેન્દ્રિત સ્થાનિક વેસ્ટ વોટર મેનેજમેન્ટની ક્ષમતાને મજબૂત, સુગમ અને વિકાસ માટે આ MoC પર હસ્તાક્ષર કરાયા હતા. સહકારનો અવકાશ મોટાભાગે વિકેન્દ્રિત ઘરેલું વેસ્ટ વોટર મેનેજમેન્ટ પર કેન્દ્રિત છે અને આ MoC હેઠળ સહકારના સ્વરૂપે ઉપચારિત વેસ્ટ વોટરના અસરકારક પુનઃઉપયોગથી સહકારને પ્રોત્સાહન અને સુવિધા મળશે જેમાં વિકેન્દ્રિત ઘરેલુ વેસ્ટ વોટર મેનેજમેન્ટ પર પરિસંવાદો, પરિષદો અને ક્ષમતા નિર્માણ દ્વારા માહિતી અને કુશળતાની આપલે કરવામાં પરસ્પર હિતનાં ક્ષેત્રોનો સમાવેશ થઈ શકે છે પરંતુ તે પૂરતું મર્યાદિત નથી.

આ MOC હેઠળની પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે, કેસ-વિશિષ્ટ વિગતવાર દસ્તાવેજો જેમ કે પૂર્વ-સંભાવ્યતા અહેવાલો, શક્યતા અહેવાલો અને વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો, અને અન્ય બાબતો જેમ કે જો જરૂરી જણાય તો, આવા કેસ-વિશિષ્ટ પ્રોગ્રામ અને પ્રોજેક્ટની નાણાકીય વ્યવસ્થા, જે સંબંધિત ક્ષેત્રોમાં વિગતવાર સ્પષ્ટીકરણો તેમજ અન્ય સંબંધિત બાબતોને આવરી લઈ બનાવવામાં આવી શકે છે. બંને પક્ષો એક મેનેજમેન્ટ કાઉન્સિલ (MC)ની સ્થાપના કરશે જે સહયોગની વિગતવાર પ્રવૃત્તિઓ ઘડીને અને તેની પ્રગતિનું નિરીક્ષણ કરીને આ MoCના અમલીકરણ માટે જવાબદાર છે.

 પૃષ્ઠભૂમિ:

જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનર્જીવન મંત્રાલય નીતિ અને તકનીકી કુશળતાની વહેંચણી, તાલીમ અભ્યાસક્રમો, કાર્યશાળાઓ, વૈજ્ઞાનિક અને તકનીકી પરિસંવાદો, નિષ્ણાતોના આદાનપ્રદાન અને અભ્યાસ પ્રવાસો દ્વારા જળ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપનમાં અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સહયોગની કલ્પના કરી રહ્યું છે. ભારત-જાપાનના ચાલી રહેલા સહકારને ધ્યાનમાં રાખીને, વિકેન્દ્રિત ટ્રિટમેન્ટ ક્ષેત્રમાં અનુભવ અને કુશળતાની આપલે કરવા માટે જાપાન સાથે સમજૂતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

SD/GP/JD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: