
તારીખ : 8-1-2024ના રોજ રાજસ્થાનના અજમેર મુકામે અંધજન મંડળ, વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીની વિકસિત ભારતના સંકલ્પની સાથે સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની વિવિધ ક્વિઝ અને વેબિનારનાં કુલ : 2800 ઓનલાઈન સર્ટિફિકેટની અનોખી સિદ્ધિને ટેક્સવે ગ્રુપ, અજમેરના ઝોનલ ઓફિસર વાસુદેવ ગૌરે મેડલ પહેરાવી, પ્રમાણપત્ર આપી બિરદાવી હતી. આ સુંદર અવસરે ઈન્ડિયા ગ્રેટેસ્ટ રેકોર્ડ ઈન્ટરનેશનલનનાં પી.આર.ઓ. શોભના શર્માએ પણ કાદરભાઈ મનસુરીની શિક્ષણ ક્ષેત્રની એક અનોખી ઉપલબ્ધિની સરાહના કરી અભિનંદન સાથે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. અંધજન મંડળ, વિસનગરનાં માનદ્દમંત્રી શ્રીમતી હસુમતીબેન હાલારીએ ઈન્ડિયા ગ્રેટેસ્ટ રેકોર્ડમાં સુવર્ણ અક્ષરે પોતાનું નામ અંકિત કરનાર કાદરભાઈ મનસુરીની યશસ્વી સિદ્ધિની પ્રસંશા કરી શુભેચ્છા પાઠવી હતી.
=======================================================================================================

સુરતના વેસુ મુકામે ગુજરાત બુક ઓફ રેકોર્ડ વિજેતા અંધજન મંડળ, વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીનું બહુમાન કરાયું. તારીખ : 21/11/2023ના રોજ સુરતના વેસુ મુકામે ડ્રીમ હાઈ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત ગુજરાત બુક ઓફ રેકોર્ડ સન્માન- સમારોહ પ્રસંગે ફાઉન્ડર રાજેશ મહેશ્વરીના વરદ્હસ્તે કુલ : 2700 ઓનલાઈન પ્રમાણપત્ર હાંસલ કરી ગુજરાત બુકમાં રેકોર્ડમાં પોતાનું સ્થાન અંકિત કરનાર અંધજન મંડળ, વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીનું મેડલ પહેરાવી, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની યુનિવર્સિટીઓ, શાળાઓ, મહાશાળાઓ, દિવ્યાંગ બાળકોના ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ, શિક્ષણકુંજ, એડયુટર એપ તેમજ ભારત સરકાર અને રાજ્ય સરકારની જુદી જુદી જીવન ઉપયોગી ક્વિઝ અને વેબિનારનાં કુલ : 2700 ઓનલાઇન પ્રમાણપત્રો હાંસલ કરી ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન અંકિત કરનાર કાદરભાઈ મનસુરીની આ યશસ્વી સિદ્ધિને ગુજરાત બુક ઓફ રેકોર્ડના ફાઉન્ડર રાજેશ મહેશ્વરી અને તેમની ટીમે બિરદાવી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
