વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની તેમની પ્રથમ સ્ટેટ વિઝિટ માટે ન્યૂયોર્કથી વોશિંગ્ટન પહોંચીગયા હતા. અમેરિકામાં વસતા ભારતીય લોકોને થનગનાટ ઠેર ઠેર જોવા મળ્યો હતો. અમેરિકાના નામાંકિત ગુજરાતી બિઝનેસ મેન અને પટેલ બ્રધર્સના માલિકો પણ મોદીને મળવા ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વમાં પ્રથમ વખત 135 દેશોના પ્રતિનિધિઓએ એકસાથે યોગ કર્યા હતા જે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના ચોપડેનોંધાયું હતું. ગિનીઝના અધિકારી માઈકલ એમ્પ્રિકે યુએનમાં ભારતના રાજદૂત રૂચિરા કંબોજને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપ્યું.
PMએ કહ્યું કે યોગના કારણે સમગ્ર વિશ્વ ભારતની સાથે આવ્યું
વડાપ્રધાન મોદીએ યોગ કાર્યક્રમમાં કહ્યું યોગનો અર્થ છે – યુનાઈટેડ. મને યાદ છે કે અહીં મેં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સમગ્ર વિશ્વ ભારતની સાથે એકસાથે આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે યોગ એ ભારતની જૂની સંસ્કૃતિ છે અને તેના પર કોઈનો કોપીરાઇટ નથી.
આ યોગ સંયુક્ત રાષ્ટ્રસંધના નોર્થ લૉનના ગાર્ડનમાં યોજાઈ હતી. જેમાં ન્યૂયોર્કના મેયર એરિક એડમ, શેફ વિકાસ ખન્ના, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ સબા કોરોસી સહિત 135 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.