વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રવેશદ્વારે કદંબનું વૃક્ષ વાવ્યું હતું. તેમણે સૌને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ગાંધીનગરમાં જ-માર્ગ પર રાજભવન અને મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાનને અડીને સર્કિટ હાઉસ સુધીના ૮૦૦ મીટરના વિસ્તારમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો સાથે સુમેળ સાધતા ફૂલછોડોનું વાવેતર કરાશે. આ આયોજનના ભાગરૂપે થઈ રહેલા વૃક્ષારોપણમાં રાજ્યપાલશ્રીએ આજે કદંબનું વૃક્ષ વાવ્યું હતું.
રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, પરિસહાય શ્રી વિકાસ સુંડા (આઇપીએસ), મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી પ્રણવ પારેખ, શ્રી પરાગ શાહ,
વન વિભાગના અધિકારીઓ શ્રી આર. આર. ચૌધરી અને શ્રી સી. ડી. વસાવા પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કામધેનુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ પહેલાં યુનિવર્સિટીના પરિસરમાં સેવન-શ્રીપર્ણીનું વૃક્ષ વાવ્યું હતું. કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિકાસ મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા અને રાજ્યના કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પણ રાજ્યપાલશ્રી સાથે સેવનનું વૃક્ષ વાવ્યું હતું.