વિશ્વયોગ દિવસ નિમિત્તે કેલિફોર્નિયા , નોર્વોક સીટીમાં આવેલ વયસ્ક નાગરિકોના હેલ્થકેર સેન્ટરના ઉપક્રમે વિશ્વ યોગદિવસ નિમિત્તે સૌ ભારતીયજનો એ સવારે ૧૦ઃ૩૦ કલાકથી મધ્યાન્હ ૧૨ઃ૦૦ સુધી આ યોગ દિવસ ખૂબજ આનંદ પુર્વક મનાવ્યો હતો. અહીં સૌ લગભગ સીત્તેર વર્ષની ઉંમર વટાવી ચુકેલા નાગરીકો સોમવાર થી શનિવાર સુધી નિયમીત ભેગા થાય છે. વિશ્વ યોગદિવસે સૌની ઉંમર અને આરોગ્યને લક્ષમાં લઈને સૌ ખાસ CHAIR યોગને અનુંરૂપ યોગકાર્યક્રમ માં સહભાગી બન્યા હતા.
આ યોગકાર્યક્રમની શરુઆતમાં દુષ્યંતભાઈ આશીયર , જેઓશ્રી LIFE MISSION ના નેજા હેઠળ સંચાલિત વિશ્વની એક્માત્ર યોગાયુનિવર્સિટી , જે ભારતમાં અમદાવાદ સ્થપાયેલી છે , જેની સાથે તેઓશ્રી જોડાયેલા છે , તેમણે યોગ અંગે પૂર્વ-પ્રાસંગિક સમજ આપતાં ભારતીય સનાતન સંસ્કૃતિના અમુલ્ય અંગ પ્રાચિન ભારતીય યોગ વિષયક સૌને વિસ્તૃત સમજ આપી હતી. આ બહુવીષ યોગ યુનિવર્સિટી , પ્રેરણાશ્રોત સ્થાપક યોગાચાર્યશ્રી કૃપાલ્વાનંદ , સ્વામીશ્રી રાજર્ષિમુનિજીના માર્ગદશન થી સંભવીત બની હતી. જેનુ ઉદ્દઘાટન ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ ( તે સમયે તેઓશ્રી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ) સંપન્ન કર્યું હતું . તેઓશ્રીએ જ સંયુક્ત રાષ્ટ્ર્સંઘમાં વિશ્વયોગદિવસની ઉજવણી અંગે ભારતવતી પ્રથમ પ્રસ્તાવના મૂકી હતી-જે વિશ્વના ઘણાબધા દેશોએ ત્વરીત સ્વીકારી લીધી હતી.
કઠિનકાળમાં માનવજીવન ઘણી બધી વિટંબણાઓથી ત્રસ્ત થઈ રહ્યું છે , ત્યારે શરીરિક અને માનસિક સ્વસ્થતા-સંતુલન સાથે નીરોગી જીવન માટે ભારતીય પ્રાચીનયોગને વિશ્વ પલટ ઉપર અર્વાચીન યુગમાં મુક્યો એજ માનવતાની શ્રેષ્ઠ સેવાઓમાંની એક વિશિષ્ઠ સેવા છે. શ્રી દુષ્યંતભાઈએ કર્મયોગ , જ્ઞાનયોગ, ભક્તિયોગ, પૂર્ણયોગ અને ભારતીય સનાતન સંસ્ક્રુતિની વિષદ સમજ આપી સૌને ભાવવિભોર કરી દીધા હતા . વયસ્ક નાગરીકોના જીવનમાં પ્રથમવાર આવી સુંદર રીતે યોગદિવસની ઉજવણીમાં ભાગીદાર બની ભારતીય સંસ્ક્રુતિની મહાનતા જાણી આનંદ સભર સંતોષની લાગણીઓ અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતિ પ્રવિણાબેન પટેલ દ્વારા સુયોગ્ય રીતે સમયસર સફળતાપુર્વ પુર્ણ કરવામાં આવ્યું હતુ.
( માહિતી :- પ્રવિણાબેન પટેલ અને તસ્વિર:-કા ન્તિભાઈ મિસ્ત્રી )