પ્રમુખસ્વામી નગરમાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા થયો ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’ નો શુભારંભ
- મહાનુભાવોના ઉદગારો

- “માનવજીવનના ઉત્કૃષ્ટ મૂલ્યોનો સમન્વય એટલે પ્રમુખસ્વામી મહારાજ નગર.”
- “કુટુંબ વ્યવસ્થા અને સંસ્કૃતિને ચિરકાલીન બનાવવાનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું.”
- “ પ્રમુખસ્વામી મહારાજે સન્યસ્ત પરંપરાને પુનઃ વ્યાખ્યાયિત અને પુનઃ જીવિત કરી.”
- “ મારા જીવનના અનેક ઉતાર ચડાવમાં સૌથી પહેલા જો કોઈનો ફોન આવ્યા હોય તો તે પ્રમુખસ્વામી મહારાજના હતા. માનવજીવનના ઉત્કૃષ્ટ મૂલ્યોનો પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંગમ છે. વેદો ઉપનિષદોના જટિલ જ્ઞાનને અને ભગવાન સ્વામિનારાયણની આ જ્ઞાન પરંપરાને, સરળ રૂપે, સમગ્ર સંસારને આપવાનું અને કરોડો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય સૌથી ઉત્તમ રીતે કોઈએ કર્યું હોય તો તે પ્રમુખસ્વામી મહારાજે કર્યું. ” – ગૃહમંત્રી શ્રી અમિત શાહ
- “વિશ્વના શ્રેષ્ઠ કોર્પોરેટ જૂથ માટે પણ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી શીખવા જેવું’- શ્રી ગૌતમ અદાણી
- “ પ્રમુખસ્વામી મહારાજ સંતત્વનું મૂર્તિમંત પ્રતીક હતા.” – શ્રી સુધીર મહેતા

- “ પ્રમુખસ્વામી મહારાજનું જીવન ઉત્તમ પાઠશાળા સમાન હતું” – શ્રી પંકજ પટેલ
- “ પ્રમુખસ્વામી મહારાજ નગર ચાર ધામ તુલ્ય છે.” – શ્રી પરિમલ નથવાણી
- “ આ પ્રસંગના સાક્ષી બનવા મારી જાતને હું ભાગ્યશાળી માનું છું.” – શ્રી કલ્યાણ રામન
- “ પ્રમુખ સ્વામી મહારાજે પ્રત્યેક સેકંડે માનવ જાત આગળ વધે તે માટે કાર્ય કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે સર્વ માનવીઓને પ્રેમ આપ્યો છે. સર્વેમાં આપણે ગુણ જોવો. આપણે જે કરવાનું છે તેના પર તાન રાખવું જોઈએ તો આગળ વધાય. પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવેલ સર્વેને તેમણે આ રીતે આગળ વધાર્યા.” -પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ