વિરમગામ તાલુકાની હેલ્થ ઓફિસ ખાતે વિરમગામની ૧૦૦ થી વધુ સગર્ભા મહિલાઓને સુખડીનું વિતરણ
કરવામાં આવ્યો. આ સિવાય બાકીના ૮૦ થી વધુ સગર્ભા બહેનોને પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા સુખડી
પહોંચાડવામાં આવી હતી.
અત્રે ઉલ્લખનીય છે કે સગર્ભાવસ્થા દરમિયાન સાકર, વરિયાળી, દૂધ, માખણ, ઘી, જુના ચોખા, સંચળ
જેવી વસ્તુઓ યોગ્ય માત્રામાં લેવી જોઈએ. સગર્ભા મહિલાઓએ ગર્ભાવસ્થાના છઠ્ઠા માસ દરમિયાન ગોખરુવાળું
દૂધ લેવું જોઈએ. આ સાથે તેમણે મગનું પાણી, કઠોળ, સીંગ, સુખડી, લીલા શાકભાજી જેવી વસ્તુઓ વધારે
પ્રમાણમાં લેવા જોઈએ. ધાત્રી માતાને જો યોગ્ય પ્રમાણમાં ધાવણ ન આવતું હોય તો સતવારી યુક્ત દૂધ લેવાથી તેમાં
ફાયદો થાય છે.
આ સિવાય સગર્ભા મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય માત્રામાં આર્યન, ફોલિક એસિડ, તથા
કેલ્શિયમની દવાઓ લેવી જોઈએ. સગર્ભા મહિલાઓએ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઈને સગર્ભાવસ્થા
દરમિયાન ઓછામાં ઓછી ત્રણ તપાસ કરાવી જોઈએ. આ સિવાય સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ રુચિ
અનુસારનું વાંચન રાખવાથી પણ ગર્ભાવસ્થામાં ફાયદો થાય છે.
આ સુખડી વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મગનલાલ રાણા દિલીપ મકવાણા શેઠ હેતલભાઈ કંદોઈ
ડોક્ટર ધારા પટેલ સહિતના દાતાઓએ અમૂલ્ય સહકાર આપ્યો હતો.
આ કાર્યક્રમમાં વિરમગામના રામ મહેલ મંદિરના મહામંડલેશ્વર રામકુમાર દાસ બાપુ ભારતના વંદના નીલકંઠ
વાસુકી ડોક્ટર વિરલ વાઘેલા ગૌરીબેન મકવાણા આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
હતા.