Breaking News

3 P (પોલીસ, પત્રકાર અને પોલીટીસીયન્સ) રાઉન્ડ ધ કલોક પ્રજા કલ્યાણની મહત્વની કામગીરી કરે છે , તેમની નિયમિત આરોગ્ય તપાસ જરૂરી ::- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે ગુજરાત વિધાનસભામાં એકદિવસીય મેડિકલ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો..
ધારાસભ્યશ્રી ઓ અને મીડિયા કર્મીઓ માટે યોજાયેલ આ મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો…


બ્લડ ટેસ્ટ, ઇ.સી.જી તપાસ સાથે સ્કીન, ઓર્થોપેડીક,ઇએનટી સહિતના વિભાગની ઓ.પી.ડી. સેવા, આયુર્વેદિક તપાસની સેવા આ કેમ્પમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી..
વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સમગ્રતયા આરોગ્યલક્ષી આયોજન માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને શુભકામનાઓ પાઠવી હતી.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, પ્રવર્તમાન જીવનશૈલીને જોતા નિયમિત આરોગ્ય તપાસ જરુરી બની રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 3 P (પોલીસ, પત્રકાર અને પોલીટીસીયન્સ) રાઉન્ડ ધ કલોક પ્રજા કલ્યાણની મહત્વની કામગીરી કરતા હોય ત્યારે તેમણે તણાવમુક્ત રહેવા માટે નિયમિત આરોગ્ય તપાસ કરાવીને જરુરી સારવાર મેળવવી જોઈએ…

આ મેડિકલ કેમ્પમાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ, ધારાસભ્યશ્રીઓ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટશ્રી, ડૉ. અનીલ ચૌહાણ સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post