“વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા”
ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું સરસ્વતી તાલુકાના મેસર ગામ ખાતે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ઉષ્માભેર સ્વાગત કરી આ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી આપી આ યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓને કીટનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ – બળદેવભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ – દશરથજી ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જસુભાઈ પટેલ, પ્રાંત અધિકારી, આર.એ.સી – શ્રી પ્રદિસિંહ રાઠોડ, શ્રી મકવાણાજી ડેપ્યુટી ડીડીઓ, વનરાજસિંહ ઠાકોર, બિપિનજી ઠાકોર, પ્રલાદસિંહ ઠાકોર, પોપટજી ઠાકોર, લાલજી ઠાકોર, નટુભાઈ જોષી, ચંદુજી ઠાકોર, તળશીભાઈ પટેલ, લાલાભાઈ પટેલ, લાખુભાઈ પટેલ, કાનજીભાઈ દેસાઈ, દશરથસિંહ રાજપૂત અને મોટી સંખ્યામાં લાભાર્થીઓને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.