વાઘ બકરી ફાઉન્ડેશન દ્વારા આ દાનથી વડોદરાની 14 સરકારી શાળાઓમાં 2200 વિદ્યાર્થીઓને પોષક ભોજન
પૂરું પાડવામાં મદદ થશે
વડોદરા, ૧૪મી માર્ચ, 2023: દીર્ઘ સ્થાયી સંબંધોમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો કરતાં વાઘ બકરી ફાઉન્ડેશને એક
કસ્ટમાઈઝ્ડ ડિલિવરી વાહન દાન કરીને ભારતમાં બાળ કુપોષણ દૂર કરવાના ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશનના
ધ્યેયમાં ટેકો આપવા પર ભાર આપ્યો હતો, જેનાથી વડોદરા જિલ્લામાં 14 સરકારી શાળાઓમાં લગભગ
2200 બાળકોને ગરમ અને પોષક મધ્યાહન ભોજન આપવામાં મદદ થશે. અક્ષય પાત્ર તેના વડોદરા
કિચનમાંથી 84,311 સરકારી શાળાના બાળકોને ભોજન પીરસે છે.
આ વાહનને ૧૪મી માર્ચના રોજ અક્ષય પાત્રના વડોદરા કિચન ખાતે લીલી ઝંડી બતાવવામાં આવી હતી. આ
કાર્યક્રમમાં વાઘ બકરી ટી ગ્રુપના મેનેજીંગ ડીરેક્ટર અને વાઘ બકરી ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી શ્રી રસેશ દેસાઈ અને
એક્ઝીક્યુટીવ ડીરેક્ટર શ્રી પરાગ દેસાઈ તેમજ સ્થાનિક ડીસ્ટ્રીબ્યુટર અને સેલ્સ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
સરકારશ્રી તરફથી વડોદરા મહાનગરપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર શ્રી દેવેશ પટેલ અને મધ્યાહન ભોજન
યોજનાનાં ડેપ્યુટી કલેકટર શ્રી આર. બી. પરમાર હાજર રહ્યા હતા. અક્ષય પાત્ર વતી ગુજરાતના વાઈસ
પ્રેસિડેન્ટ શ્રી રાયા રામા દાસા હાજર હતા.
આ ઉદાર દાન અક્ષય પાત્ર સાથે સહયોગમાં વાઘ બકરી દ્વારા હાથ ધરાતી ઘણી બધી પહેલમાંથી એક છે. વર્ષ
2022-23માં, વાઘ બકરી ફાઉન્ડેશન દ્વારા સુરત અને ભુજ ખાતે એક-એક ભોજન વિતરણ વાહનનું દાન કર્યું છે, જેનાં થકી 4,400
પૌષ્ટિક ભોજન પહોંચાડવામાં મદદ મળી રહી છે. તેમની એક દાયકાથી વધુ લાંબી ભાગીદારીના ભાગરૂપે બંને સંસ્થાઓ
સરકારી શાળાઓને મધ્યાહન ભોજન પૂરું પાડવા, કોવિડ-19 મહામારી દરમિયાન ગરીબોને હેપ્પીનેસ કિટ્સ
અને રાંધેલું ભોજન વિતરણ કરવા માટે વિવિધ અવસરોએ સાથે આવી છે.
આ એક દાયકાથી વધુ લાંબા સહયોગ વિશે બોલતાં વાઘ બકરી ટી ગ્રુપના વાઘ બકરી ટી ગ્રુપના મેનેજીંગ
ડીરેક્ટર અને વાઘ બકરી ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી શ્રી રસેશ દેસાઈ એ જણાવ્યું હતું કે, આ ગ્રુપ ભારતભરમાં હજારો
ગરીબ વિદ્યાર્થીઓને પોષક ભોજન પૂરું પાડવાના ઉદાર કાજ માટે ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે ભાગીદારી
કરવાથી ખુશી અનુભવે છે. તે માત્ર ભોજન જ નથી પરંતુ સતત શિક્ષણ દ્વારા જીવન ઘડતર છે. અમે જે સમાજમાં રહીએ છીએ
તે સમાજને પાછું આપવાની અમારી મજબૂત પરંપરા છે. યોગ્ય પોષણ પૂરું પાડવાનાં ધ્યેય સાથે અમે અત્યાર સુધી 12
ભોજન વિતરણ વાહન પૂરાં પાડ્યાં હતાં અને હવે ભારત સરકારની મધ્યાહન ભોજન યોજનાને પહોંચી વળવા
માટે વધુ 6 ભોજન વિતરણ વાહન તેમાં ઉમેર્યાં છે. આ વાહનો અક્ષય પાત્ર ફાઉન્ડેશનને વધુ વિસ્તાર અને
વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવામાં મદદરૂપ થશે.”
આ ટેકા વિશે ખુશી વ્યક્ત કરતાં અક્ષય પાત્રના ગુજરાત અને રાજસ્થાનના પ્રેસિડેન્ટ શ્રી જગનમોહન કૃષ્ણ
દાસાએ જણાવ્યું હતું કે, “વાઘ બકરી ફાઉન્ડેશન સાથેની ભાગીદારી અમારા માટે ખુબ જ સન્માનજનક છે અને
અમને નવાં ડિલિવરી વાહન દાન કરવા માટે, અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ. શાળામાં ભોજન પૂરું
પાડવાના કાર્યક્રમ માટે વાઘ બકરી ફાઉન્ડેશન સાથે અમારો સહયોગ 14 વર્ષ પૂર્વે શરૂ થયો હતો અને સમય
સાથે તે વધુ મજબૂત બન્યો છે. અમને આશા છે કે આ સંબંધો વધુ વિકસતા રહેશે, કારણ કે અમે માનીએ
છીએ કે આ ભાગીદારી દેશભરમાં શાળાઓમાં દરરોજ ૨૦ લાખ બાળકો સુધી પહોંચવામાં, અમને મદદરૂપ
થવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “હું અમારી પર વિશ્વાસ અને ભરોસો રાખવા માટે
અને બે દાયકાથી બાળકો અને સમુદાયોને સેવા આપવાની તક પૂરી પાડવા માટે ભારત સરકાર અને ગુજરાત
સરકારના શિક્ષણ મંત્રાલયના આભારી છીએ.”
વાઘ બકરી ટી ગ્રુપ વિશે
ધ વાઘ બકરી ટી ગ્રુપ સીએસઆર કાયદા હેઠળ ફરજિયાત બન્યું તે પૂર્વેથી જ ધર્માદા પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે
સંકળાયેલી છે. આ ગૃપ શિક્ષણ, આરોગ્ય સંભાળ, મહિલા સશક્તિકરણ અને અન્ય સામાજિક – આર્થિક
વિકાસની પ્રવૃત્તિઓનાં ક્ષેત્રોમાં યોગદાન આપીને સમાજમાં દ્રષ્ટિમાન થાય તેવું પરિવર્તન લાવવાના નિખાલસ
પ્રયાસ કરી રહ્યું છે.
અમુક નોંધનીય યોગદાનમાં ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિશ્વગ્રામ, અનેરા ખાતે શૈક્ષણિક માળખાકીય
સુવિધાનું નિર્માણ, અંધજન મંડળ માટે મોતિયાની સર્જરી કરાવવા થાપણનું નિર્માણ કરવું, અમદાવાદમાં
જીવરાજ મહેતા હેલ્થ સ્મારક ફાઉન્ડેશનને આરોગ્યના સાધન સામગ્રી માટે ટેકો વગેરેનો સમાવેશ થાય છે.
આ ગૃપ દ્વારા કોવિડ મહામારી દરમિયાન જાગૃતિ અને નિવારણનો ફેલાવો કરવા માટે ગુજરાત કેન્સર
સોસાયટીને પણ ટેકો આપ્યો હતો અને ભાગીદાર સંસ્થાઓ સાથે મળીને વિવિધ રાહત કામગીરી હાથ ધરવામાં
આવેલ હતી.
અક્ષય પાત્ર ફાઉન્ડેશન વિશે
અક્ષય પાત્ર ફાઉન્ડેશન ભારતના બેન્ગલુરુમાં વડામથક સાથેની બિન નફો કરતી સંસ્થા છે, જે દેશમાં ભૂખ અને
કુપોષણ જેવા મુદ્દાઓને પહોંચી વળવા પર ભાર આપે છે. સરકારી અને સરકાર અનુદાનિત સ્કૂલોમાં મધ્યાહન
ભોજન યોજનાનો અમલ કરીને અક્ષય પાત્ર ફાઉન્ડેશન ભૂખ સામે લડત આપે છે અને બાળકોને સ્કૂલ સુધી
લઈ આવે છે. વર્ષ 2000થી અક્ષય પાત્ર સ્કૂલના દરેક દિવસે બાળકોને ભોજન પૂરું પાડે છે. ફાઉન્ડેશન દ્વારા
લાખ્ખો બાળકોને પહોંચી વળવા માટે ટેકનોલોજીનો સતત લાભ લે છે. તેના અત્યાધુનિક કિચન અભ્યાસનો
વિષય બન્યાં છે અને દુનિયાભરના ઉત્સુક મુલાકાતીઓ માટે એક આકર્ષણ છે.
ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો સાથેની ભાગીદારીમાં અને ઘણા બધા દાતાઓ અને શુભેચ્છકોનાં
સહાય સાથે અક્ષય પાત્રએ પાંચ સ્કૂલોમાં 1500 સ્કૂલના બાળકોને મધ્યાહન ભોજન આપવાની નાની શરૂઆત
કરીને આજે ભારતનાં 14 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં 22,367 સ્કૂલના 2 લાખ જેટલા બાળકોને
ભોજન પૂરું પાડીને દુનિયામાં સૌથી વિશાળ (બિન નફાના ધોરણે ચલાવે છે) મધ્યાહન ભોજન કાર્યક્રમ ચલાવે
છે.
વધુ વિગતો માટે કૃપા કરી લોગ ઓન કરો: www.akshayapatra.org