Breaking News

……….
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે GNFCની કોફીટેબલ બૂક ‘ગ્રોથ ધેટ ટચિસ લાઇવ્સ’નું વિમોચન કર્યુ
…….
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇની પ્રેરક ઉપસ્થિતિ
……..
-:મુખ્યમંત્રીશ્રી:-
• વડાપ્રધાનશ્રીએ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સાકાર થાય તેવી દિશા ચીંધી છે
• ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડે પોતાના વિકાસનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચાડ્યો


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિકાસ પ્રેરિત રાજનીતિએ, ડેવલોપમેન્ટ ડ્રીવન પોલિટિક્સે પોઝિટીવ રિઝલ્ટ આપ્યાં છે. વડાપ્રધાનશ્રીએ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સાકાર થાય તેવી દિશા ચીંધી છે. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડે એ દિશામાં ચાલી પોતાના ગ્રોથ-વિકાસનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચાડ્યો છે.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ-GNFCની કોફીટેબલ બૂક ‘ગ્રોથ ધેટ ટચિસ લાઇવ્સ’નું વિમોચન ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કર્યુ હતું.
વડાપ્રધાનશ્રીએ કરાવેલી ૧૦૦ ટકા નીમ કોટેડ યુરિયાની પહેલનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ GNFCને સ્વસહાય જુથની મહિલા દ્વારા નીમ સીડ કલેકશન અને નીમ ઓઇલ ઉત્પાદનની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવાનું સૂચન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ GNFCની ૪૭ વર્ષની વિકાસ યાત્રા ગ્રોથ સ્ટોરીને બિરદાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની કુલ જરૂરિયાતનું ર૦ ટકા યુરિયા GNFC દ્વારા પુરૂં પાડવામાં આવે છે. ગત નાણાકીય વર્ષે GNFC દ્વારા શેરધારકોને હાઇએસ્ટ ડિવીડન્ડ આપવામાં આવ્યું છે, ઉપરાંત GNFC એ હાઇએસ્ટ રેવન્યુ જનરેટ કર્યુ છે.
આ પ્રસંગે GNFCના ચેરમેન શ્રી વિપુલ મિત્રાએ GNFCની ૪૭ વર્ષની ગ્રોથ સ્ટોરીમાં રાજ્ય સરકારના સહકાર અને સહયોગની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી.
GNFCના મેનેજીંગ ડિરેક્ટર શ્રી પંકજ જોષીએ કંપનીની ‘ઝિરો ઇફેક્ટ, ઝિરો ડિફેક્ટ’ પ્રોડક્શન પોલિસી અને નવી ડિવીડન્ડ પોલિસીની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી.
આ પ્રસંગે GNFCના અન્ય અધિકારીશ્રીઓ, હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post