વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશાળ જનસભા યોજાઈ
-:મુખ્યમંત્રીશ્રી:-
》રાજ્યના આદિજાતિ બેલ્ટમાં ૬ મેડિકલ કોલેજો કાર્યરત: નવી ૪ મેડિકલ કોલેજોનું નિર્માણ કરાશે
》 દેશની સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણ માટે કેન્દ્ર સરકારે અનેક સીમાચિહ્ન પાર કર્યા
》વિકાસ અને સુશાસનના માર્ગ પર ગુજરાતની અવિરત વિકાસયાત્રાને પણ વેગ મળ્યો છે
》સરકારની હકારાત્મક નીતિઓના કારણે આદિજાતિ સમાજના સંતાનો ભણી ગણીને ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ, ઉચ્ચ અધિકારી બની રહી છે
》રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના અમલથી ગરીબોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું
[5:58 PM, 24/6/2023] +91 99784 40941: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના વડપણ હેઠળ કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષની પૂર્ણતાના અવસરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના નવ વર્ષ પુર્ણ થયા છે, ત્યારે વિકાસ અને સુશાસનના માર્ગ પર ગુજરાતની અવિરત વિકાસયાત્રાને પણ વેગ મળ્યો છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારે સ્પષ્ટ ઈરાદાઓ, સાફ નિયત અને નેકીથી ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્રને અનુસરી જનહિતલક્ષી યોજનાઓના સો ટકા લાભ આમજનતા સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. કોઈ પણ લાભાર્થી સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહી ન જાય તેવા મક્કમ ઈરાદા સાથે સરકાર આગળ વધી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીના વિકાસના પથને અનુસરીને અમારી સરકાર નવા સંકલ્પો, નવી ઉર્જા સાથે આગળ વધી રહી હોવાનું સ્પષ્ટપણે જણાવતા ઉમેર્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના અમલથી ગરીબોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. સરકારી યોજનાઓનો લાભ ભૂતકાળમાં માત્ર ગણ્યાગાંઠ્યા લોકો સુધી જ પહોંચતો હતો, ત્યારે સરકાર આજે અંત્યોદયના સૂત્ર સાથે જન જનના હિતને પ્રાધાન્ય આપીને છેવાડાના માનવીના ઉત્થાન માટે કટિબદ્ધ છે.
સરકારની હકારાત્મક નીતિઓના કારણે આદિવાસી સમાજના સંતાનો ભણી ગણીને ડોકટર, એન્જિનિયર, પાયલોટ, ઉચ્ચ અધિકારી બની રહ્યા હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આદિજાતિ બેલ્ટમાં ૬ મેડિકલ કોલેજો કાર્યરત છે, ત્યારે આદિજાતિ સમાજના યુવા વિદ્યાર્થીઓને વધુ તકો મળી રહે એ માટે નવી ૪ મેડિકલ કોલેજોનું નિર્માણ કરાશે એમ જણાવ્યું હતું.
દેશની સેવા, સુશાસન અને ગરીબોનાં કલ્યાણમાં અનેક સીમાચિહ્ન પાર કરવામાં આવ્યા છે જેની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશમાં નવ વર્ષ પહેલાં ૮૨,૪૬૬ મેડિકલ સીટો હતી જે વધીને આજે નવ વર્ષના સુશાસનમાં ૧,૫૨,૧૨૯ થઈ છે. દેશમાં અગાઉ ૮ એઈમ્સ હતી, જેમાં નવ વર્ષમાં જ ૧૫ નવી એઈમ્સની ભેટ આપીને દેશમાં કુલ ૨૩ એઈમ્સ કાર્યરત કરી છે. મુદ્રા યોજનામાં કુલ લાભાર્થીઓના અડધોઅડધ લાભાર્થીઓ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. વર્ગના હોય છે.
ગરીબ કલ્યાણ અન્ન યોજના વિતરણ કાર્યક્રમ પણ વિશ્વનો સૌથી મોટો ખોરાક વિતરણ કાર્યક્રમ બન્યો હોવાનું જણાવી કોરોનાકાળમાં ૮૦ કરોડથી વધુ ભારતીયોને મફત રાશન આપવા માટે સરકારી તિજોરી ખોલી નાંખી હતી. ભારતે વિશ્વની સૌથી મોટી રસીકરણ ઝુંબેશ વિના મૂલ્યે હાથ ધરી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સામાજિક ન્યાયને તુષ્ટિકરણથી દૂર કરીને સશક્તિકરણ તરફ લઈ જઈને વિકાસની નવી પરિભાષા તૈયાર કરવાનો શ્રેય પ્રધાનમંત્રીને આપ્યો હતો. આ સંદર્ભે તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના નવ વર્ષ ભારત માટે અભૂતપૂર્વ રહ્યાં છે, જ્યાં રાષ્ટ્રએ વિવિધ બેડીઓ તોડી નાખી છે અને જાતિવાદ, વંશવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણની રાજનીતિમાંથી વિકાસ, વૃદ્ધિ, એકતા અને રાષ્ટ્રવાદની રાજનીતિ તરફ આગળ વધ્યું છે. આ નોંધપાત્ર સફર આપણા સમાજના છેવાડાના વર્ગો- ગરીબોથી લઈને પછાત વર્ગો, લઘુમતીઓ, આદિવાસીઓ અને દલિત વર્ગોથી લઈને મહિલાઓ અને યુવાનોના સશક્તિકરણ દ્વારા લોકશાહીને તેના વાસ્તવિક અર્થમાં મજબૂત કરી છે.
વડાપ્રધાનશ્રીના યશસ્વી નેતૃત્વમાં ભારતની વિદેશનીતિનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. તેમણે વિકાસની રાજનીતિથી ચોમેર સુશાસનનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. વડાપ્રધાનશ્રીની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન સમગ્ર અમેરિકન સંસદ, સ્થાનિક જનતા દ્વારા અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરાયું, ‘નરેન્દ્રભાઈ ઈઝ ધ બોસ’ એવા ઉદ્દગારોથી તેમને બિરદાવવામાં આવે છે, જે દરેક ભારતીય માટે ગૌરવભરી ઘટના છે એમ જણાવી અમેરિકાએ પણ ભારતની શક્તિ-સામર્થ્યને પિછાણીને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવ્યા છે એમ શ્રી દેસાઈએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશના નાગરિકોને મૂળભુત સુવિધાઓ અને યોજનાઓના લાભો આપી તેમના જીવનમાં ઉન્નતિનો નવો ઉજાસ પાથરવાનું કાર્ય આ સરકારે કર્યું છે. યુક્રેન રશિયા યુદ્ધમાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને પરત લાવવાનું સફળ ઓપરેશન કેન્દ્ર સરકારની રાજનીતિક કુનેહની સાબિતી પૂરી પાડે છે.
ભારતીય જનતા પાર્ટીની સરકારે મક્કમ મનોબળ સાથે બિપરજોય વાવાઝોડાનો સામનો કર્યો, સઘન કામગીરી અને રાહત બચાવનું આગોતરૂ આયોજન કર્યું, પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોમાં એક એક વ્યક્તિને સુરક્ષિત રાખવામાં સફળતા મળી હોવાનો ઉલ્લેખ ગૃહ નાણાંમંત્રીશ્રીએ કર્યો હતો.
ગણપતસિંહ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળના નવ વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિકાસકાર્યોની સિદ્ધિઓ વર્ણવી હતી.
સંગઠનના હોદ્દેદારોએ મુખ્યમંત્રીશ્રીને તીર કામઠું અને સ્મૃતિ ચિહ્ન આપી બહુમાન કરવામાં આવ્યું હતું. સભામાં આગમન પહેલા મુખ્યમંત્રીશ્રીએ ધરમપુર તીર્થ ક્ષેત્રમાં પદ્મનાભ ભગવાન, સીમંધર સ્વામી, શંખેશ્વર પાર્શ્વનાથ અને આદિનાથ ભગવાનની દિવ્ય મૂર્તિઓને શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી ભાવપૂર્વક નમન અને પુષ્પાર્પણ કર્યા હતા.
રાજ્યમાં તમામ લોકસભા સીટોને બહુમતીથી જીતવાનો અહીં ઉપસ્થિત તમામ ભાજપા કાર્યકર્તાઓએ સામૂહિક નિર્ધાર કરીને મુખ્યમંત્રીશ્રીને હર્ષનાદથી વધાવ્યા હતા.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, વલસાડ ડાંગ સાંસદશ્રી ડૉ.કે. સી. પટેલ, જિલ્લા ભાજપ. પ્રમુખશ્રી હેમંત કંસારા, મહામંત્રીઓ મહેન્દ્ર ચૌધરી, શિલ્પેશ દેસાઈ, કોષાધ્યક્ષ રાજા ભાનુશાલી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીર, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, ધારાસભ્યો સર્વશ્રી અરવિંદ પટેલ, જીતુભાઈ ચૌધરી, રમણલાલ પાટકર અને ભરતભાઈ પટેલ, વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત, મીડિયા કન્વીનર દિવ્યેશ પાંડે, લઘુમતી મોરચાના પ્રદેશ મંત્રી ઈલ્યાસ મલેક, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી મહેશ ખોખાણી તેમજ ભાજપના પદાધિકારીઓ અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપા કાર્યકર્તાઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.