બૃહદ લોસ એન્જેલસ(Greater L A) વિસ્તારની પ્રસિદ્ધ ઑરેન્જ કાઉન્ટી(OC)ના આર્થિક પાટનગર એવા અર્વાઈન (Irvine)સીટી ખાતે આવેલ ‘વૈષ્ણવ સમાજ ઑફ સધર્ન કેલિફોર્નિયા’ (VSOSC) સંચાલિત શ્રીનાથજી હવેલીમાં મહાપ્રભુજી શ્રીવલ્લભાચાર્યજીના ૫૪૭મા પ્રાગટ્ય મહોત્સવની દ્વિદિવસીય ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી વૈષ્ણવ સંપ્રદાય (વલ્લભ સંપ્રદાય અથવા પુષ્ટિ સંપ્રદાય) ના પ્રણેતા અને સ્થાપક હતા.

સમગ્ર દ્વિદિવસીય મહોત્સવ પ. પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રીકૃષ્ણકુમાર મહોદયશ્રી તથા યુવા આચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રીઆશ્રયકુમારજી મહોદય (કડી, અમદાવાદ)ની નિશ્રામાં યોજાયો હતો. તેમના મનનીય વચનામૃતનો લાભ બન્ને દિવસોમાં સૌ વૈષ્ણવોએ લીધો હતો.
સમગ્ર મહોત્સવમાં હંસાબેન પટેલ, નરેન(નીક) પટેલ,હિતેશ હાંસલિયા, નિશિદ પટેલ, ઉમેશ ગાંધી, રીટા ગાંધી, ભ્રાન્તિબેન પટેલ, વલ્લભ બોડાવાલા, જયંતિ સવસાણી, ગીરધરભાઈ,અમરત પટેલ વગેરેનો
અથાક પરિશ્રમ સરાહનીય હતો.
સંપ્રદાય અંગેના જ્ઞાની અને ફટાકેદાર અવાજના માલિક એવા મહોત્સવના ઉદઘોષક હતા રીટા ગાંધી.હતા.
માહિતી અને તસ્વિર સૌજન્ય:- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા