25-10
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની પ્રેરણાથી આગામી જાન્યુઆરી-૨૦૨૪ માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦ મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે.
રાજ્યમાં સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગે પણ વાઇબ્રન્ટ સમિટ પૂર્વાર્ધ રૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજી અને માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે રૂ. ૭,૪૬૦ કરોડનું રોકાણના ૮ જેટલા MoU થયા, તેમાં અંદાજે ૪,૭૫૦ જેટલા લોકોને રોજગાર મળશે.
આના પરિણામે રાજ્યના મહાનગરોમાં વર્લ્ડક્લાસ સુવિધાઓ વિકસે તથા અન્ય કોમર્શિયલ અને રેસીડેન્સીયલ ફેસેલીટીઝ પણ સમયની માંગ અનુરૂપ અદ્યતન બને તેવી અપેક્ષાની આપૂર્તિ માટે મ્યુનિસિપલ સંસ્થાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે થયેલા આ MoU નિર્ણાયક બની રહેશે.
આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ – શ્રી એસ. જી. હૈદર, IAS અશ્વિની કુમાર, અમદાવાદ, સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, ડેવલપર્સ, ઉદ્યોગ અને શહેરી વિકાસ સહિતના વિભાગોના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.