ગાંધીનગર જિલ્લાના લોદરા ખાતે નવીન એફ.પી.ઓનો શુભારંભ કરાવતા મંત્રી શ્રી
લોદરાના એસ.એસ પટેલ ફાર્મ ની કૃષિ મંત્રી શ્રી એ સાંજના સમયે કરી મુલાકાત:ફાર્મ ખાતે કમલમ,જામફળ,અંજીર અને આંબા જેવા નવીન બાગાયતી પાકોનું પ્રાકૃતિક કૃષિ સાથે કરેલ વાવેતર અંગે જાણકારી મેળવી
કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ખેડૂતોની આવક બમણી થાય અને ઉત્પાદિત પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે મકકમ નિર્ધાર કરીને સઘન આયોજન પણ કર્યુ છે.
કૃષિમંત્રી શ્રી એ ગાંધીનગર જિલ્લાના લોદરા ખાતે નવીન એફ.પી.ઓનો શુભારંભ કરાવતા કહ્યુ હતું કે,આ પુર્વ પ્રધાનમંત્રીશ્રીએ જય જવાન જય કિસાન નો નારો આપ્યો હતો, અને હાલ ના પ્રધાનમંત્રીશ્રી એ ખેડુતોની આવક બમણી થાય અને ખેડુતોને તેની ઉપજ ના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સવિશેષ પ્રયત્નો હાથ ધર્યા છે.રાજ્યના મૃદુ અને મક્ક્મ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રાજ્ય ના ખેડુતોને ખેતી ક્ષેત્રે કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સતત ચિંતા કરીને પડખે ઉભા રહ્યા છે.
મંત્રીશ્રી એ ઉમેર્યું કે,લોદરા ગામની જમીન પણ સારી છે અને એક થી વધારે ઋતુમાં ખેતી કરી શકાય છે તેવી વિજળી,પાણી,ખાતર અને બિયારણ સમયસર મળી રહે તેવી સુવિધાઓ આ રાજ્ય સરકારે ઉપલબ્ધ કરાવી છે ત્યારે ખેડુતો બાગાયતી પાકોની સાથે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિ પધ્ધતી અપનાવે તે હાલના સમય ની જરુરીયાત છે.
તેમણે કહ્યું કે,પ્રધાનમંત્રીશ્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ ખેતી અને સહકાર ક્ષેત્ર ની સાથે તમામ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરીને આપણો દેશ આગળ વધે અને ભારત દેશ વિશ્વ ગુરુ બને તે માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.ગૃહ મંત્રી શ્રી અમીતભાઇ શાહ ના પ્રયત્નોથી સિંચાઇ,રોડ-રસ્તા અને આરોગ્ય ક્ષેત્રે વિશેષ ફંડ આ વિસ્તારના લોકોના વિકાસ કામો માટે ફાળવણી થઈ છે ત્યારે આ ગામના ખેડુતો ખેતી અને પશુપાલન ક્ષેત્રે ખુબજ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી એ આ એફ.પીઓ નું શુભારંભ કરી તેના પ્રમાણપત્રોનું સંબધીત હોદ્દેદારોને વિતરણ કર્યું હતું.માણસા ના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, શ્રી આર.કે.પટેલ મહામંત્રી કિશાન સંઘ,શ્રી પી.એસ. રબારી એમ.ડી બીજ નિગમ, શ્રી કલ્પેશભાઇ પટેલ ચેરમેન- બાંધકામ સમિતી જિલ્લા પંચાયત –ગાંધીનગર તેમજ જિલ્લાના પક્ષના તેમજ કિશાન મોરચાના પદાધિકારી ઓ જિલ્લાના નાયબ બાગાયત નિયામક અને નાબાર્ડ/સીબીબીઓ ના પ્રતિનિધીઓએ એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું, આ કાર્યક્રમમાં લોદરા અને આજુબાજુના ગામના ખેડૂત ભાઈઓ બહેનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા,
આ અગાઉ કૃષિમંત્રી શ્રી એ લોદરા ખાતે કાંતીભાઇ ના એસ.એસ પટેલ ફાર્મની મુલાકાત લીધી હતી અને ફાર્મ ખાતે પ્રાકૃતિક કૃષિ સાથે કરેલ વાવેતર કમલમ, જામફળ, અંજીર અને આંબા જેવા નવીન બાગાયતી પાકોની જાણકારી મેળવી હતી,સાથે સાથે પિયત પાણી ની સગવડ અને વીજળીની ઉપલબ્ધિ અને કૃષિ સંબધિત જિલ્લાની કચેરીઓ તરફથી કોઈ મુશ્કેલીઓ છે કે કેમ ?તે અંગે પણ વિગતો મેળવી હતી,આ મુલાકાત બાદ લોદરા ખાતે આવેલ બાલા હનુમાન મંદિરની પણ મંત્રીશ્રીએ પણ જિલ્લાના પદાધિકારીઓ સાથે દર્શન કરી કરી આશીર્વચન મેળવ્યા હતા.