ગુજરાતના ઉદ્યોગ વિકાસ માટે આજનો દિવસ ઐતિહાસિક એક જ દિવસમાં થયા 7,17,790 લાખ કરોડના MoU.
3-1

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS ૨૦૨૪ના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ કુલ રૂ. કુલ રૂ. 7,17,790 લાખ કરોડના 58 MOUs સાઈન – એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આ MOUsના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 3,70,415 લાખ થી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.



ઉર્જા, શહેરી વિકાસ, સાયન્સ અને ટેકનોલોજી, ઉદ્યોગ અને આરોગ્ય વિભાગને સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં MOUs થયા.
આ MOUs સાઈનિંગ કાર્યક્રમમાં સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી હર્ષભાઈ સંઘવી, મુખ્યસચિવ – શ્રી રાજકુમારજી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્યસચિવ શ્રી એસ. જે. હૈદર, પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ મોનાબેન ખંધાર, ઉર્જા & પેટ્રોકેમિકલ વિભાગના અગ્ર સચિવ મમતાબેન વર્મા સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા…



ક્રમ | કંપની | એમઓયુની રકમ (કરોડમાં) |
૧ | એનટીપીસી | ૧,૬૦,૦૦૦ |
૨ | ટોરેન્ટ પાવર | ૪૭, ૩૫૦ |
૩ | પાવર ફાઈનાન્સ કોર્પો. લિ. | ૨૫,૦૦૦ |
૪ | ONGC | ૧૧,૮૩૫ |
૫ | ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ | ૭,૯૫૩ |
૬ | પાવર ગ્રીડ કોર્પો. લિ | ૧૫, ૩૮૩ |
૭ | હિંદુસ્તાનપેટ્રોલિયમ કોર્પો. લિ. | ૪,૩૨૨ |
૮ | એનએચપીસી લિમિટેડ | ૪,૦૦૦ |
૯ | ઇંડિયન ઓઇલ કોર્પો. લિ. | ૧,૭૦૦ |
૧૦ | અરવિંદ લિમિટેડ | ૩,૦૪૫ |
૧૧ | આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિ. | ૧,૧૪,૫૦૦ |
૧૨ | ડીસીએમ શ્રીરામ લિમિટેડ | ૧૨,૦૦૦ |