Breaking News

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજભવન પરિસરમાં મહર્ષિ દયાનંદ સભામંડપનું લોકાર્પણ કર્યું હતું. રાષ્ટ્રના ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની સાંજે રાજભવનમાં આયોજિત ‘એટ હૉમ’-સ્નેહમિલન સમારોહના આરંભે બંને મહાનુભાવોએ તકતીનું અનાવરણ કરીને મહર્ષિ દયાનંદ સભામંડપનું લોકાર્પણ કર્યું હતું.

આ પૂર્વે આજે સવારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ મહર્ષિ દયાનંદ સભામંડપમાં હવન કર્યો હતો. પવિત્ર હવનની પૂર્ણાહુતિ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મંગલ કામના કરતાં કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સભામંડપ સદૈવ રાષ્ટ્ર નિર્માણ માટે, લોક કલ્યાણ માટે અને માનવતાના હિત માટે ઉપયોગમાં આવતો રહે. આ સભામંડપ રાજભવન માટે સદાય સુખદાયી અને ગુજરાત પ્રદેશ માટે કલ્યાણકારી બની રહે આવી શુભકામનાઓ સાથે તેમણે પવિત્ર હવન સંપન્ન કર્યો હતો.

ગુજરાતના ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ ધર્મ, શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રભરમાં મહર્ષિ દયાનંદજીની ૨૦૦ મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના મહાન સપૂત મહર્ષિ દયાનંદજીના સન્માનમાં આ સભામંડપનું નામ ‘મહર્ષિ દયાનંદ સભામંડપ’ રાખવામાં આવ્યું છે.

મહર્ષિદ દયાનંદ સભામંડપના લોકાર્પણ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી અને શ્રીમતી હેતલબેન ભુપેન્દ્રભાઈ પટેલ તથા મુખ્ય સચિવ શ્રી રાજકુમાર પણ સાથે જોડાયા હતા. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post