ગ્રામવિકાસ કમિશ્નરની કચેરી દ્વારા હાલ ૨૦ જિલ્લામાં જેટીંગ મશીન કાર્યરત કરાઇ છે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચાના અનુસંધાનમાં પ્રેસ મીડિયાને સંબોધતા પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક જેટિંગ મશીન ઉપલબ્ધ બને તે માટેની જરૂરી સૂચના આપવામાં આવી છે.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સાફ-સફાઇના કામોમાં અત્યંત ઉપયોગી એવી જેટિંગ મશીન રાજ્યના તમામ જિલ્લામાં ઉપલબ્ધ કરાવવાની દિશામાં સરકારે કામગીરી હાથ ધરી છે. ગ્રામવિકાસ કમિશ્નરની કચેરી દ્વારા હાલ રાજ્યના 20 જિલ્લાઓમાં જેટિંગ મશીન કાર્યરત કરાઇ છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં સત્વરે મશીન ઉપલબ્ધ બને તે માટેની વ્યવસ્થા સરકારે હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સાફ-સફાઇના કામોમાં કારગત જેટિંગ મશીન દ્વારા સફાઇ કામગીરી વધુ સધન અને સુગમ્ય બને તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જિલ્લા ઉપરાંત , તાલુકા પંચાયત અને ગ્રામ્ય સ્તરે મશીન ઉપલબ્ધ થાય, આકસ્મિક અને સામાન્ય પરિસ્થિતીમાં પણ તમામ પ્રકારના સાફ-સફાઇના કાર્યોમાં મશીન ઉપલબ્ધ બને તે દિશમાં સરકારે કામગીરી હાથ ધરી છે.