Breaking News

ગાંધીનગર ખાતે ઉત્તર અને મધ્ય ગુજરાતના નવ જિલ્લાના લાભાર્થીઓને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં લોન/સહાય અપાઈ

જુદી જુદી યોજનાઓના કુલ ૪,૬૧,૪૫૯ લાભાર્થીઓને રૂ. ૨૨૪.૭૧ કરોડની લોન સહાય તેમજ અનુસૂચિત જાતિ નિગમના સીધા ધિરાણના ૯૪૧ લાભાર્થીઓનો ડ્રો કરી સહાય ચૂકવવામાં આવી

ગાંધીનગર, શનિવાર:
ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના ખાતાના વડા તથા નિગમોના જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓના લોન/સહાય વિતરણ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે કે રાજ્યના છેવાડાના માનવી સમ્માનભેર જિંદગી જીવે એ જ સરકારની નેમ રહી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બંધારણના મૂલ્યોને આત્મસાત કરીને જન જનનો વિકાસ કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના કર્મઠ નેતૃત્વમાં રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળા દ્વારા જરૂરતમંદોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે.

આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ ડીબીટી યોજના મારફતે સીધો જ બેંક ખાતામાં જમા થાય છે. ઉપરાંત લાભાર્થીઓને પારદર્શિતા સાથે યોજનાના લાભ મળી રહે તે માટે કોમ્પ્યુટરાઈઝડ ડ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે તેમણે દિવ્યાંગજનોના ઉત્થાન માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓની માહિતી આપી જરૂરતમંદ વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યુ હતું કે, સરકાર છેવાડાના લોકો સુધી વિકાસ યોજનાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. લોકો સન્માનથી જીવી શકે અને તેઓને આર્થિક પગભર થવા માટે સહાયરૂપ બનવા સરકાર હંમેશા તત્પર છે.

ગાંધીનગર આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના ખાતાના વડા તથા નિગમોના જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓનો લોન/સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અમદાવાદ ઝોનના ઉત્તર અને મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ એમ કુલ નવ જિલ્લાના જુદી જુદી યોજનાઓના કુલ ૪,૬૧,૪૫૯ લાભાર્થીઓને રૂ. ૨૨૪.૭૧ કરોડની લોન સહાય તેમજ અનુસૂચિત જાતિ નિગમના સીધા ધિરાણના ૯૪૧ લાભાર્થીઓનો ડ્રો કરી ડિજિટલી સહાય ચૂકવવામાં આવી હતી. કાર્યક્રમમાં સરકારની જુદી જુદી યોજનાઓ જેવી કે, કુંવરબાઇનું મામેરૂ યોજના, સાતફેરા સમુહ લગ્ન સહાય, ર્ડા.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન પ્રોત્સાહક યોજના, વિદેશ ઉચ્ચ અભ્યાસ અર્થે લોન, આવાસ યોજના તથા વિવિધ નિગમોની સીધાધિરાણ યોજના તેમજ સ્વરોજગાર લક્ષી લોન યોજના હેઠળ અનુસૂચિત જાતિના-૧૨૩૯ લાભાર્થીઓને રૂ.૫.૨૮ કરોડ, વિકસતી જાતિના-૪૬૮૯ લાભાર્થીઓને રૂ.૩૯.૭૮ કરોડની સહાય કરવામાં આવી હતી. આ ઉપરાંત સમાજ સુરક્ષા હેઠળની દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ, નેશનલ ડિસેબિલીટી પેન્શન, દિવ્યાંગોને એસ.ટી.માં મફત મુસાફરી, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય, પાલક માતા-પિતા, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શનના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા. આ સિવાય નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળના ૪,૫૫,૫૩૧ લાભાર્થીઓના રૂ.૧૭૯.૬૩ કરોડ એમ મળીને કુલ રૂ.૨૨૪ કરોડથી વધુની સહાય કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મંત્રીશ્રીના તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશ મકવાણા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગરના ધારાસભ્યશ્રી શ્રીમતી રીટાબેન પટેલ, કલોલના ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોર, કડીના ધારાસભ્યશ્રી કરશનભાઈ સોલંકી, અસારવાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ગાંધીનગરના કલેકટરશ્રી હિતેશ કોયા, વિકસતી જાતિ કલ્યાણના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના એમડી પ્રકાશ સોલંકી, અનુસૂચિત જાતિ કલ્યાણના નિયામકશ્રી રચિત રાજ તેમજ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: