પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, ધ્વજને સલામી આપી હતી અને ડીઆરએમ ઓફિસ પરિસર, રાજકોટમાં આયોજિત કાર્યક્રમમાં ઔપચારિક પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
રેલવે કર્મચારિયો ને સંબોધતા શ્રી જૈને તેઓને અને તેમના પરિવારોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી અને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (ઈન્ચાર્જ) શ્રી પ્રકાશ બુટાનીનો સંદેશો પાઠવ્યો. આ પછી આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રેલવે કર્મચારીઓ દ્વારા ગાયેલા ગીતોએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણીથી ઓતપ્રોત કરી દીધું હતું. ત્યારબાદ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત, 75 વર્ષ અને તેથી વધુ વયના પાંચ નિવૃત્ત રેલવે કર્મચારીઓને તેમની રેલવે સેવા સાથે વિશેષ યોગદાન બદલ ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નિવૃત્ત રેલવે કર્મચારીઓમાં શ્રી શિવકુમાર એન પંડ્યા, શ્રી એ.આર. મન્સુરી, શ્રી રૂપસિંહ એસ પરમાર, શ્રી હીરાલાલ રોડુલાલ અને શ્રી છગનલાલ હરજીવનનો સમાવેશ થાય છે.
સ્વતંત્રતા દિવસની આ ઉજવણીમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગોવિંદ પ્રસાદ સૈની, વેસ્ટર્ન રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટના ઉપપ્રમુખ શ્રીમતી મીતા સૈની અને તેમની ટીમ, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અભિનવ જેફ, ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર શ્રી પવન કુમાર શ્રીવાસ્તવ, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી મનીષ મહેતા, વરિષ્ઠ મંડળ સામગ્રી પ્રબંધક શ્રી અમીર યાદવ અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
*****
અભિનવ જેફ,
સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,
પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન.
0281-2458262