ટિકિટો નું બુકિંગ 3 એપ્રિલથી
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે રાજકોટ અને મહેબુબનગર (તેલંગાણા) વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09575/09576 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ [12 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 09575 રાજકોટ-મહેબુબનગર સ્પેશિયલ 10.04.2023 થી 26.06.2023 દરમિયાન દર સોમવારે 13.45 કલાકે રાજકોટથી ઉપડશે અને મંગળવારે 19.35 કલાકે મહેબુબનગર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલ મહબૂબનગર થી 11.04.2023 થી 27.06.2023 સુધી દર મંગળવારે 21.35 કલાકે ઉપડશે અને ગુરુવારે 05.00 કલાકે રાજકોટ પહોંચશે.
આ ટ્રેન બંને દિશા માં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, અકોલા, વાશીમ, હિંગોલી, બસમત, પૂર્ણા, નાંદેડ, મુદખેડ, ધર્માબાદ, બસર, નિઝામાબાદ, કામરેડ્ડી, મેડચલ, કાચીગુડા, શાદનગર અને જડચરલા સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09575 માટેનું બુકિંગ 3 એપ્રિલ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.