મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 22958/22957 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ માં વેરાવળથી 01.05.2023 થી 31.05.2023 સુધી અને અમદાવાદથી 07.05.2023 થી 06.06.2023 સુધી એક વધારાનો સેકન્ડ સ્લીપર કોચ લાગશે.
- ટ્રેન નંબર 19319/19320 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ માં વેરાવળ થી 03.05.2023 થી 31.05.2023 સુધી અને ઇન્દોર થી 02.05.2023 થી 30.02023 સુધી એક વધારાનો સેકન્ડ સ્લીપર કોચ લાગશે.
સુનિલ કુમાર મીના,