Breaking News

……

ગુજરાત-ડેલવેર સ્ટેટ વચ્ચે થયેલા સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટસ અન્વયે વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતા અંગે ફળદાયી ચર્ચા-પરામર્શ 

-: ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રીશ્રી અને ઉદ્યોગ મંત્રીશ્રી તથા ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી સાથે પણ યોજાઇ મુલાકાત-બેઠક 

……

યુ.એસ.એ માં વસતા 

૪પ લાખ ભારતીય ડાયસ્પોરામાંથી અંદાજે ૧પ.ર૦ લાખ ગુજરાતીઓ છેઃ- ડેલવેર સ્ટેટ ગવર્નરશ્રી 

……

આઇ ક્રિયેટ-લાઇફ સાયન્સીસ-ગિફટ સિટીમાં ફિનટેક-સ્ટાર્ટઅપ જેવાં ક્ષેત્રોમાં સંશોધન અને વ્યૂહાત્મક સહયોગ માટે ડેલવેરની અગ્રણી સંસ્થાઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું નિમંત્રણ 

……

ધોલેરા સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં અમેરિકન કંપનીઓને એરોસ્પેસ એન્ડ ડિફેન્સ- ઓટોમોટીવ એન્ડ એન્સીલીયરીઝ સેક્ટરમાં રોકાણો કરવા મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ 

…….

ડેલવેર સ્ટેટની મુલાકાતે આવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને શ્રીયુત જ્હોન કાર્નેનું આમંત્રણ  

ગુજરાત અને યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાના ડેલવેર સ્ટેટ વચ્ચેના સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ અન્વયે ઉચ્ચ શિક્ષણ, વેપાર અને રોકાણ ભાગીદારી તેમજ બાયોટેક અને ફાર્માસ્યુટિકલ સહિતના વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર લાભદાયી સહયોગના વિસ્તરણને પ્રોત્સાહન અપાશે. 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડેલવેર સ્ટેટના ગવર્નર શ્રીયુત જ્હોન કાર્ને અને પ્રતિનિધિમંડળની ગાંધીનગરમાં યોજાયેલી સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં આ અંગે ફળદાયી ચર્ચા, પરામર્શ હાથ ધરવામાં આવ્યા હતા. 

ગુજરાત અને ડેલવેર વચ્ચે ર૦૧૯માં સિસ્ટર-સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવેલા છે અને તેને વ્યાપક સ્તરે આગળ ધપાવવા આ મુલાકાત બેઠક ઉપયુકત બનશે. 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-NEP 2020 એ વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં તેમની આંતરરાષ્ટ્રીય શાખા-કેમ્પસ સ્થાપવાની તકો ખોલી આપી છે. 

આ સંદર્ભમાં યુનિવર્સિટી ઓફ ડેલવેર અને ડેલવેર સ્ટેટ યુનિવર્સિટી ગુજરાતમાં ગિફટ સિટીમાં કેમ્પસ સ્થાપવા વિચારી શકે છે. 

એટલું જ નહિ, ડેલવેર બાયોટેક્નોલોજી ઇન્સ્ટીટયૂટ અને ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન પણ શૈક્ષણિક સંશોધન અને વિકાસ માટે સહયોગ કરી શકે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું. 

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત આઇ-ક્રિયેટ, લાઇફ સાયન્સીસ સ્ટડીઝ વગેરેમાં પણ ડેલવેર સ્ટેટની ઉચ્ચસ્તરીય શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી થઇ શકે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. 

તેમણે ગિફટ સિટી ખાતે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ, મશીન લર્નીંગ, બ્લોક ચેઇન, સાયબર સિક્યુરિટી, હેલ્થ ટેક, એજ્યુ ટેક અને ડેટા સેન્ટર જેવી ડિઝીટલ ટેક્નોલોજીના ક્ષેત્રોમાં પણ ડેલવેરની ફિનટેક કંપનીઝ અને ટેક સ્ટાર્ટઅપ્સને જોડાવા આમંત્રણ આપ્યું હતું. 

મુખ્યમંત્રીશ્રી સાથેની મુલાકાત બેઠક પહેલાં ડેલવેરના ગવર્નરશ્રી અને પ્રતિનિધિમંડળે ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલ, ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત તથા ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની મુલાકાત લઇને રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ તેમજ ઉદ્યોગ ક્ષેત્રના બહુવિધ વિકાસની વિગતો પણ જાણી હતી અને ડેલવેરાની યુનિવર્સિટીઝ સાથે ગુજરાત રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સહભાગીતાની ચર્ચા હાથ ધરી હતી. 

મુખ્યમંત્રીશ્રીએ ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ રિજીયન અને સ્માર્ટ સિટી ધોલેરા SIR માં અમેરિકન કંપનીઓને રોકાણ માટે ઇંજન આપ્યુ હતું.

તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, ઓટોમોટિવ અને એન્સીલયરીઝ ઉત્પાદન સેક્ટરમાં ધોલેરા SIR માં અમેરિકન કંપનીઓ રોકાણ કરીને તેમના ઉત્પાદનો મધ્યપૂર્વ અને આફ્રિકા જેવા વર્લ્ડ માર્કેટમાં સપ્લાય કરી કાર્ય વિસ્તાર વધારી શકે તેમ છે. 

ડેલવેર સ્ટેટના ગવર્નરશ્રીએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસથી પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, યુ.એસ.એ માં ૪૫ લાખ ભારતીય ડાયસ્પોરામાંથી ૧પ.ર૦ લાખ જેટલા ગુજરાતીઓ વસે છે અને યુ.એસ.એ ર૦૧પ અને ર૦૧૭ ની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર કન્ટ્રી પણ હતું. 

શ્રીયુત જ્હોન કાર્નેએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા. 

ભારત અને ગુજરાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી અને સક્ષમ નેતૃત્વમાં વિકાસની  નવી ગતિ પ્રાપ્ત કરી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. 

ડેલવેરાના ગવર્નરશ્રીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ડેલવેરા સ્ટેટની મુલાકાતે આવવાનું પણ ભાવભર્યુ આમંત્રણ આપ્યુ હતું. 

મુખ્યમંત્રીશ્રી સાથેની આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, ડેલવેર કમિશન ઓન ઇન્ડિયન હેરીટેજ એન્ડ કલ્ચરના ચેરમેન શ્રી પલાશ ગુપ્તા તેમજ વરિષ્ઠ અધિકારીઓ પણ સહભાગી થયા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post