મુખ્ય સચિવ શિવરાજપુર બીચ ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહ્યા
૦૦
શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલા વિકાસલક્ષી કામો અંગે સમીક્ષા કરી
મુખ્ય સચિવ શ્રી રાજકુમારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી.
ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ મુખ્ય સચિવે કલેકટર શ્રી અશોક શર્મા, ડીડીઓ શ્રી એસડી ધાનાણી સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે જિલ્લાના વિકાસલક્ષી કાર્યો વિશેષ રૂપ શિવરાજપુર બીચ ખાતે પ્રવાસનને વેગ મળે તે માટે ચાલી રહેલા પ્રવાસનલક્ષી પ્રોજેક્ટ અને કામોની પણ સમીક્ષા કરી હતી.
મુખ્ય સચિવ શ્રીએ શિવરાજપુર ગામની સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઇ શાળામાં આયોજિત કરાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂલકાઓને પ્રતિક રૂપ પ્રવેશ અપાવ્યો હતો. શાળામાં પ્રવેશ લેનાર 28 બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના શિક્ષકોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિની પણ માહિતી આપી હતી.
તેઓએ બેટ દ્વારકાની મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.