મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાત કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ભુપેન્દ્ર પટેલની રાષ્ટ્રપતિશ્રી સાથેની આ પ્રથમ
મુલાકાત હતી.
રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને બીજી વાર ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા
બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ
સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમના એક દિવસિય દિલ્હી પ્રવાસ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ
ધનખડની આ શુભેચ્છા મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રીપદનું સેવાદાયિત્વ બીજીવાર સંભાળ્યા પછી બુધવાર,
21મી ડિસેમ્બરના રોજ દિલ્હીની એક દિવસીય મુલાકાતે ગયા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ દરમ્યાન નવી દિલ્હીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા સૌજ્ન્ય મુલાકાત
કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો કાર્યભાર બીજીવાર સંભાળ્યા પછીના તેમના નવી દિલ્હીના એક
દિવસીય પ્રવાસ દરમ્યાન, તારીખ 21મી ડિસેમ્બર, બુધવારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહની
સૌજ્ન્ય મુલાકાત લીધી હતી.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનીની સૌજન્ય મુલાકાત લીધી