મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના વિવિઘ પંડાલોમાં બિરાજતા શ્રીજીના દર્શન કર્યા. ગણેશ ઉત્સવની આસ્થા પૂર્વક ઊજવણી માટે જાણીતા વડોદરાના આ પર્વમાં સહભાગી બની મુખ્યમંત્રીશ્રીએ નગરજનોના આનંદ ઉમંગમાં વધારો કર્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા નગરના વિવિધ પંડાલોમાં બિરાજમાન ભગવાન શ્રી ગણપતિ દાદાના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા.

