Breaking News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મોટેરાના ‘NY સિનેમા’ થિયેટર ખાતે ‘ખીચડી 2’ ફિલ્મના પ્રીમિયરમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ ફિલ્મના કલાકારો, પ્રોડક્શન ટીમ અને ફિલ્મરસિકો સાથે પ્રીમિયર નિહાળ્યું તથા ‘ખીચડી 2’ની ટીમને ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકપ્રિય ‘ખીચડી’ ધારાવાહિક તેના રમૂજી પાત્રો અને તેની આગવી રમૂજી શૈલીના લીધે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. આ જ કલાકારો અને પાત્રોને લઈને ‘ખીચડી 2’ ફિલ્મ બનાવવામાં આવી છે.

આ પ્રસંગે અમદાવાદનાં મેયરશ્રી પ્રતિભાબહેન જૈન, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી સુધીરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: