રાજય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ ફલાય ઓવરબ્રીજ પંચાવત કરોડ રૂપિયાના ખર્ચ નિર્માણ થયો છે.
- ૯૩૬ મીટરની કુલ લંબાઈ ધરાવતો આ નવો ફલાય ઓવરબ્રીજ કાર્યરત થતાં. ગાંધીનગર- કોબા- એરપોર્ટ રોડ ઉપરનો ટ્રાફિક હળવો થશે,
- એટલું જ નહિ ભારે વાહનો માટે રીંગ રોડ ઉપરનો ટ્રાફિક કોઈ અડચણ વિના સુવ્યવસ્થિત ચાલી શકશે.
મુખ્યમંત્રીએ આ બ્રીજનું લોકોર્પણ કર્યું, તે અવસરે સાંસદ શ્રી એચ. એસ. પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ તથા અલ્પેશ ઠાકોર, મેયરશ્રી હિતેષભાઈ મકવાણા, તેમજ શહેર પ્રમુખ રૂચિર ભટ્ટ સહિત સંગઠનના અગ્રણીઓ, કોર્પોરેટરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.